ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
શનિવાર.
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડએ ભારતની અગ્રણી ડિજિટલ સેવા પ્રોવાઈડર કંપની છે.
જિયોએ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ લોન્ચ કરવા માટે SES સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
આ જોઈન્ટ વેન્ચર નું નામ જિયો સ્પેસ ટેક્નોલોજી લિ. રાખવામાં આવ્યું છે.
જિયો સાથે ભાગીદારી કર્યા પછી, જિયો અને SES ભારતમાં ખૂબ જ સસ્તા દરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઓફર કરશે.
જિયો આ ભાગીદારીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે SES 49 ટકા હિસ્સો ધરાવે છે.
