Site icon News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનની અશાંતિથી મહારાષ્ટ્રના આ જિલ્લામાં થતી કિસમિસની માગણીમાં થયો રાતોરાત વધારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

અફઘાનિસ્તાનની અરાજકતાથી ડ્રાયફ્રૂટ્સના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળી રહ્યો છે.  અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રૂટ્સની આયાત બંધ થઈ જતાં તહેવારોમાં જ ડ્રાયફ્રૂટ્સ મોંઘાં થઈ ગયાં છે. એમાં પ્રસાદ સહિત અનેક પ્રકારના ખાદ્ય પદાર્થમાં વપરાતી કિસમિસનો પણ  સમાવેશ થાય છે. જોકે અફઘાનિસ્તાનની અંશાતિને કારણે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં કિસમિસના ભાવમાં રાતોરાત વધારો થયો છે. સાથે જ સાંગલીની કિસમિસની ડિમાન્ડ પણ વધી ગઈ છે. પ્રતિકિલોએ 25થી 30 રૂપિયાનો વધારો થયો છે. હાલ સાંગલીમાં હોલસેલમાં કિસમિસ કિલોએ 240થી 260 રૂપિયા સુધી વેચાઈ રહી છે.

અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રૂટ્સની આયાત ઠપ્પ થઈ ગઈ છે, જેમાં મોટા પ્રમાણમાં કિસમિસની આયાતને ફટકો પડયો છે. ખાસ કરીને ભારતમાં શ્રાવણ મહિનામાં તહેવારો દરમિયાન અને દશેરા તથા દિવાળીમાં સૂકામેવાની ડિમાન્ડ વધી જતી હોય છે, ત્યારે ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં આયાત કરવામાં આવે છે. જોકે અફઘાનિસ્તાનથી માલ આવતો બંધ થઈ ગયો છે. હવે દેશી કિસમિસ તરફ લોકો વળ્યા છે. એમાં સાંગલી અને નજીકના તાસગાવની બજારમાં કિસમિસના ભાવ ઊંચકાયા છે. 

કમાલ છે! રીટેલમાં શાકભાજી મોંઘાં, તો વાશીની APMC બજારમાં વેચાયા વગરની શાકભાજી જાય છે કચરામાં; જાણો વિગત

હોલસેલમાં કિલો પાછળ 240થી 260 રૂપિયાની આસપાસ ભાવ પહોંચી ગયો છે. આગામી દિવસમાં આ ભાવ હજી ઉપર જવાની શક્યતા છે. હાલ સાંગલીની બજારમાં 80થી 100 કોલ્ડ સ્ટોરેજમાં લગભગ 60 હજાર ટન કિસમિસનો માલ સ્ટોર છે.

RBI Repo Rate Hike Forecast સામાન્ય માણસનું બજેટ ફરી ખોરવાશે! RBI ડિસેમ્બરમાં વધારી શકે છે રેપો રેટ જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે EMI નો બોજ?
Govt To Cut Stake In 4 PSU Banks સરકારી બેંકોના શેરમાં મોટો ધમાકો થવાના એંધાણ! કેન્દ્ર સરકાર ૪ PSU બેંકોમાં વેચશે હિસ્સો જાણો રોકાણકારો માટે કમાણીની શું છે તક?
RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version