Site icon

ઉતરાયણ મોંઘી બનશે, પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મોંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે. બજારમાં સૌથી મોંઘી પતંગ ૧૫૦૦ રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની ૨૦ નંગ પતંગનો ભાવ ૫૦ રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી ૧૫ હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે.  

સુરતમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાયરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે. 

મહારાષ્ટ્ર ઠંડુગાર, 'મિની કાશ્મીર' તરીકે જાણીતા આ હિલ સ્ટેશન પર ઠંડી નો પારો 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો
 

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતની વર્ષો જૂની ડબગરવાડ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટ પણ નડે તેવી શક્યતા છે. હાલ હોલસેલની ઘરાકી સારી હોવાની સાથે છૂટક ઘરાકી પણ થોડા દિવસોમાં નીકળશે તેમ વેપારીઓ કહી રહ્યાં છે.

Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો
Gold Price Today: દશેરા પછીના દિવસે સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો, રોકાણકારો માટે સાવચેત રહેવાની સલાહ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
Exit mobile version