Site icon

 LIC આપી રહી છે 20 લાખ રૂપિયા ની લોન- મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ- તમે લીધો કે નહીં- અત્યારે જ કરો એપ્લાય

News Continuous Bureau | Mumbai

એલઆઈસી(LIC) તેના ગ્રાહકોને 20 લાખ રૂપિયા સુધી આપી રહી છે. આજના સમયમા ઘણા ગ્રાહકો આ ઓફરનો લાભ પણ લઈ રહ્યા છે

Join Our WhatsApp Community

LIC Loan Online: એલઆઈસી તેના ગ્રાહકોને 20 લાખ રૂપિયા સુધી આપી રહી છે. આજના સમયમાં ઘણા ગ્રાહકો આ ઓફરનો લાભ પણ લઈ રહ્યા છે કારણ કે આ રકમ મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. તેના માટે તમારે LIC ની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. ફક્ત તેના માટે કેટલીક જરૂરી શરતો છે જેમ કે તમારી પાસે LIC ની વીમા પોલિસી હોવી જોઈએ અને તમારી પાસે આવકનો પુરાવો હોવો જોઈએ. જો આ દસ્તાવેજો તમારી પાસે રહે છે, તો તમારે ઓનલાઈન અરજી(Online application) કર્યા પછી LIC બ્રાન્ચનો સંપર્ક કરવો પડશે. તેના પછી તમારી અરજી બ્રાન્ચ મેનેજર(Branch Manager) દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. જો તમે પણ આ રકમ મેળવવા માંગો છો તો તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.

એલઆઈસી આપશે પર્સનલ લોન(Personal Loan)

જો તમારે લોન લેવી હોય તો તમારે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. હા, LIC હવે પર્સનલ લોન પણ આપી રહી છે. તમે તમારા ઘરેથી આરામથી આ લોન માટે અરજી કરી શકો છો. આ લોનની ખાસિયત એ છે કે તમારે તેના પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે. આ પ્રકારની લોન માટે ફક્ત એ જ લોકો અરજી કરી શકે છે જેમની પાસે LIC ની પોલિસી છે.

આ સમાચાર પણ વાંચો :  તૈયાર રહેજો- 1 નવેમ્બરથી મધ્યમ વર્ગના લોકો પર થશે મોટી અસર- ગેસ સિલિન્ડરની કિંમત સહિત આ નિયમોમાં થશે ફેરફાર

ચુકવવું પડશે વ્યાજ

જો તમે LIC પોલિસી સામે લોન લેવા માંગતા હોવ તો તમારે વ્યાજ જમા કરાવવું પડશે. આપને જણાવી દઈએ કે તેના પર તમારે સૌથી ઓછું વ્યાજ ચૂકવવું પડે છે. વીમા કંપની તમારી પાસેથી 9 ટકાના દરે વ્યાજ વસૂલે છે. જો કે તમને કેટલી લોન મળશે તે તમારી આવક પર આધારિત છે. LIC 5 વર્ષ માટે પર્સનલ લોનની સુવિધા પૂરી પાડે છે.

કેવી રીતે મળશે લોન

જો તમે એલઆઈસીના પ્લાનમાંથી લોન લેવા ઈચ્છો છો, તો તમે આરામથી એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો અને તમારા ઘરેથી આરામથી લોનની માહિતી મેળવી શકો છો અને ત્યાં એપ્લાય કરી શકો છો. ત્યાં તમારે ઓનલાઈન ફોર્મ ભરીને તેને ડાઉનલોડ કરવું પડશે અને તેના પર સાઈન કરીને તેને સ્કેન કરીને એલઆઈસીની વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે. અહીંથી તમારી લોનની પ્રક્રિયા શરૂ થશે. અહીં તમે સરળતાથી 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  આવી રહી છે જીપની સૌથી મોંઘી SUV કાર- ભારતમાં 11 નવેમ્બરે થશે ભવ્ય એન્ટ્રી
 

Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
Exit mobile version