Site icon

MDH મસાલા ની જાહેરખબરમાં આવનારા આ નવા શખ્સ કોણ?  જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai  

Join Our WhatsApp Community

મસાલા કિંગથી(Masala king) મશહૂર થયેલા ધર્મપાલ ગુલાટી(Dharampal gulati) જ્યાં સુધી જીવિત હતા, ત્યાં સુધી તેઓ MDH મસાલા ની જાહેરખબરમાં ચમકતા હતા. પરંતુ હવે જાહેરખબરમાં એક નવા વયોવૃદ્ધ માણસ દેખાય છે, તેથી તેઓ કોઈ છે તે જાણવાની સૌ કોઈ ઉત્સુકતા વધી ગઈ છે. ત્યારે જાહેરખબરમાં ચમકી રહેલા શખ્સ બીજું કોઈ નહીં પણ ધર્મપાલ ગુલાટી ના જ પુત્ર રાજીવ ગુલાટી(rajeev gulati) હોવાનું જાણવા મળ્યું છે.

ધર્મપાલ ગુલાટી જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી MDH મસાલા ની જાહેરખબરમાં તેઓ જ દેખાતા હતા. પરંતુ ડિસેમ્બર 2020માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અત્યાર સુધી MDH મસાલા ની જૂની જ જાહેરખબર આવતી હતી, જેમાં ધર્મપાલ ગુલાટી દેખાતા હતા. પરંતુ હવે થોડા દિવસથી MDH મસાલા ની નવી જાહેરખબર આવી રહી છે, તેમાં એક નવા જ દાઢીવાળા  શખ્સ જોવા મળી રહ્યા છે. હકીકતમાં તેઓ કોઈ મોડેલ(Model) નહીં પણ ધર્મપાલ ગુલાટી ના પુત્ર અને MDH મસાલા કંપનીના ચેરમેન(Chairman)  છે.

આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણી વિશ્વના ટોપ-5 અમીરોની યાદીમાં સામેલ, આ ધનકુબેરને પણ પાછળ છોડ્યા; જાણો તેમની સંપત્તિમાં કેટલો થયો વધારો

લાંબા સમયથી MDH કંપની વેચાઈ ગઈ હોવાની અટકળો ચાલી રહી છે ત્યારે રાજીવ ગુલાટીએ તેને રદિયો આપતી એક ટ્વીટ પણ કરી હતી. કંપની વેચાઈ ગઈ હોઈ વાતને તેમણે અફવા ગણાવી કહ્યું હતું કે તેમના પરિવારનો આ વ્યવસાયા પેઢી દર પેઢી ચાલી રહ્યો છે. તેને વેચવાનો કોઈ સવાલ જ આવતો નથી. પાકિસ્તાનમાં જન્મેલા તેમના પિતા ધર્મપાલ ગુલાટી ના પિતા ચુન્નીલાલે 1919માં  પાકિસ્તાનના(Pakistan) સિયાલકોટમાં(Sialkot) મહાશિયા દી હટ્ટી(MDH) મસાલા કંપનીની સ્થાપના કરી હતી. દેશના વિભાજન બાદ ગુલાટી પરિવાર ભારત આવી ગયો હતો અને અહીં આવીને નવેસરથી મસાલાનો વ્યવસાય ચાલુ કર્યો હતો. MDH આજે ભારતીય બજારમાં(Indian market) એક પ્રખ્યાત મસાલા બ્રાન્ડ(masala brand) ગણાય છે.

 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version