Site icon

કોણ છે દુનિયાની સૌથી અમીર મહિલા, લિસ્ટમાં આ નામો પણ છે સામેલ 

ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ પછી, બીજા નંબરે વોલમાર્ટના સ્થાપકની પુત્રી એલિસ લુઈસ વોલ્ટન છે. જેની નેટ વર્થ 60.9 બિલિયન ડોલર છે. જયારે ત્રીજા નંબર પર જુલિયા કોચનું નામ આવે છે, જે 58 બિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.

Know who is the richest women in world

કોણ છે દુનિયાની સૌથી અમીર મહિલા, લિસ્ટમાં આ નામો પણ છે સામેલ 

News Continuous Bureau | Mumbai

જયારે પણ આપણે વિશ્વના ( world )  સૌથી ધનિકો વિશે વાત કરીએ ત્યારે આપણા મનમાં એક સવાલ જરૂર આવે કે આ બધામાંથી દુનિયાની સૌથી ધનિક મહિલા ( richest women )  ( Know who ) કોણ હશે? તો જાણી લઈએ કે દુનિયાની સૌથી અમીર મહિલા કોણ છે? તમે L’Oreal નું નામ તો સાંભળ્યું જ હશે અને શક્ય છે કે તેની કેટલીક બ્યુટી પ્રોડક્ટ્સ તમારા ઘરમાં પડી પણ હોય. ખરેખર અહીં વાત થઈ રહી છે ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ વિશે, જે L’Oréal સ્થાપકની પૌત્રી છે અને હાલમાં તેમની નેટ વર્થ 74.6 બિલિયન ડોલર્સ છે. જણાવી દઈએ કે ફ્રાન્કોઈસને L’Oréal માંથી જ બધી આવક થાય છે અને તેના આધારે જ ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ વિશ્વની સૌથી અમીર મહિલા છે.

Join Our WhatsApp Community

વિશ્વની સૌથી ધનિક મહિલાઓ

ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ પછી, બીજા નંબરે વોલમાર્ટના સ્થાપકની પુત્રી એલિસ લુઈસ વોલ્ટન છે. જેની નેટ વર્થ 60.9 બિલિયન ડોલર છે. જયારે ત્રીજા નંબર પર જુલિયા કોચનું નામ આવે છે, જે 58 બિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.

આ સમાચાર પણ વાંચો: ટૂંક સમયમાં બુધ લક્ષ્મી નારાયણ યોગ રચવા જઈ રહ્યો છે! આ લોકોનું ભાગ્ય ચમકશે

જણાવી દઈએ કે ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સની માતા પણ વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઈ ચુકી છે. જોકે ફ્રાન્કોઈસની માતા લિલિયાન બેટનકોર્ટનું સપ્ટેમ્બર 2017માં 94 વર્ષની વયે અવસાન થયું હતું અને હવે ફ્રાન્કોઈસે વિશ્વની સૌથી અમીર મહિલાની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

જો કે વિશ્વની સૌથી ધનિક મહિલા બનતા પહેલા, ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સે L’Oréal કંપનીમાં પોતાનો અધિકાર મેળવવા માટે તેની માતાના નજીકના મિત્ર સાથે કાનૂની લડાઈ લડવી પડી હતી અને પછી તે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર બની શકી. કંપનીના કર્મચારીઓનું માનવું છે કે મેયર્સ કંપનીના કામ પર ખૂબ ધ્યાન આપે છે અને તેના કારણે કંપની નફો કમાઈ રહી છે. 

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version