Site icon

કોલ્હાપૂરમાં વેપારીઓ અને પ્રશાસન કેમ સામ-સામે થઈ ગયાં ? જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 જુલાઈ  2021

Join Our WhatsApp Community

સોમવાર

કોલ્હાપુરમાં વેપારી અને જિલ્લા પ્રશાસનમાં ફરી સંઘર્ષ થવાની શકયતા છે. કોલ્હાપુરમાં પોઝિટિવિટી રેટ વધી ગયો છે. તેથી સ્થાનિક પ્રશાસને અત્યાવશ્યક સેવાને બાકત રાખતા બાકી તમામ દુકાનો બંધ કરાવી દીધી છે. તેના વિરોધમાં સમગ્ર કોલ્હાપૂરમાં વેપારીઓ આક્રોશ જાગ્યો છે.

કોલ્હાપુરના સ્થાનિક પ્રશાસને કોલ્હાપુરમાં પોઝિટિવિટી રેટ 10થી ઉપરનો હોવાનું જાહેર કર્યું છે. નિયમ મુજબ પોઝિટિવિટી રેટ 10થી ઉપર હોય તો તે લેવલ 4માં આવે છે. તેથી તેમાં અત્યાવશ્ક સેવાને બાદ કરતા તમામ દુકાનો બંધ રાખવાની હોય છે. જોકે સ્થાનિક પ્રશાસનની આ જાહેરાતને પગલે  સોમવારથી ફરી કોલ્હાપુરમાં તમામ દુકાનો બંધ રહેવાની છે. માત્ર વેપારીઓના અમુક અસોસિયેશન દુકાનો ચાલુ રાખવા મક્કમ છે.  તેમણે સરકારના આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે.

વીફરેલા વેપારીઓએ કેમ આપી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ? જાણો વિગત

કોલ્હાપુર જિલ્લા વ્યાપારી ઉદ્યોજક મહાસંઘના અધ્યક્ષ સદાનંદ કોરેગાંવકરે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે કોલ્હાપુરનો આ અઠવાડિયમા પોઝિટિવિટ રેટ 10ની ઉપર આવી ગયો છે. તેથી  નિયમ મુજબ અત્યાવશ્યક સેવાને બાદ કરતા તમામ દુકાનો બંધ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે. અનાજ-ધાન્ય, શાકભાજી, મેડિકલ સ્ટોર જ ફકત ચાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓ ભરી નારાજ થઈ ગયા છે. હજી ગયા અઠવાડિયા સુધી કોલ્હાપુરનો પોઝિટિવિટ રેટ 10ની  નીચે હતો. હવે આ અઠવાડિયામાં વધી ગયો છે કહીને સરકારે તમામ દુકાનો બંધ કરાવી નાખી છે. હજી વેપારીઓની ગાડી માંડ પાટે ચઢી રહી હોય તેમાં સરકાર આવીને ફરી ફાચર મારી રહી છે. આ રીતે તો  વેપાર કેવી રીતે કરવો? અમે સરકારને સંપૂર્ણરીતે સમર્થન આપી રહ્યા છે પણ હવે સરકારે પણ અમારો વિચાર કરવો જ પડશે.       

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version