Site icon

Kotak Gen2Gen Protect: કોટક લાઇફ ઇન્શ્યોરન્સે કોટક જેન2જેન પ્રોટેક્ટ લોન્ચ કરી

Kotak Gen2Gen Protect: પ્રોટેક્શન પ્લાન જે ન કેવળ તમને કવર કરે છે પરંતુ વારસા તરીકે તમારા બાળકને પણ પૂરું પાડી શકાય છે

Kotak Life Insurance launches Kotak Gen2Gen Protect

Kotak Life Insurance launches Kotak Gen2Gen Protect

News Continuous Bureau | Mumbai

Kotak Gen2Gen Protect: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ( Kotak Life Insurance ) આજે તેનો નવો પ્રોટેક્શન પ્લાન કોટક જેન2જેન પ્રોટેક્ટ લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી. આ પ્રોડક્ટ એક જ પ્લાનમાં બે પેઢીઓને આવરી લેતા વિકલ્પ સાથે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ફીચર રજૂ કરે છે જેના દ્વારા સુરક્ષાનો વારસો આગળની પેઢીને આપી શકાય છે. 

Join Our WhatsApp Community

સર્વાઇવલ પર 100 ટકા ગેરંટેડ પ્રીમિયમ પાછું આપવાના લાભ સાથે જેન2જેન પ્રોટેક્ટ માતાપિતા (લાઇફ ઇન્શ્યોરન્સ લેનાર મુખ્ય વ્યક્તિ) જ્યારે 60 અથવા 65 વર્ષની ઉઁમર વટાવે ત્યારે સંપૂર્ણ રિસ્ક કવર બાળકને ટ્રાન્સફર કરવાની ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. આ ઉપરાંત આ રિસ્ક કવર બાળક 60 વર્ષનું થાય ત્યાં સુધી તેને આવરી લે છે.

આ પ્રોડક્ટ ઇન-બિલ્ટ વેલનેસ બેનિફિટ અને અકસ્માતે થતા મૃત્યુ પર લાભ, કાયમી વિકલાંગતાનો લાભ અને ક્રિટિકલ ઇલનેસ પ્લસ જેવા રાઇડર્સ દ્વારા વ્યાપક કવરેજ ઓફર કરે છે. મહિલા પોલિસીધારકો ( Policyholders ) માટે કોટક જેન2જેન પ્રોટેક્ટ મૃત્યુ થવા પર વધારાનો પાંચ ટકાનો લાભ આપે છે.

આ સમાચાર પણ વાંચો  :  Amarnath Yatra: ડીઓટી એ શ્રી અમરનાથજી યાત્રા 2024 માટે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ( Kotak Mahindra Life Insurance ) લિમિટેડના એમડી મહેશ બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, “એક સંસ્થા તરીકે અમારું અતૂટ સમર્પણ એવી પ્રોડક્ટ્સમાં નવીનતા લાવવાનું અને ક્યુરેટ કરવાનું છે જે અમારા ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરે અને તેનાથી વધુ હોય. કોટક જેન2જેન પ્રોટેક્ટ એક એવી પ્રોડક્ટ છે જેના દ્વારા અમારા ગ્રાહકો એક જ ટર્મ પ્લાન સાથે બે પેઢીઓ સુરક્ષિત કરી શકે છે. આ પ્રોડક્ટનો સાર આપણે ભારતીયો કુટુંબ, પરંપરા અને વારસાને જે મહત્વ આપીએ છીએ તેના પરથી આવે છે. મૂલ્યો, જ્ઞાન અને ઉપદેશો આગામી પેઢી સુધી પહોંચાડવાનું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી જડેલું છે. આ એક એવી પ્રોડક્ટ છે જે આ મૂલ્યોના સારને સમજે છે. મને ખાતરી છે કે કોટક જેન2જેન પ્રોટેક્ટ જેવી નવીન પ્રોડક્ટ્સ પ્રોટેક્શન કેટેગરીને વિસ્તૃત કરશે અને 2047 સુધીમાં ઈરડાના ‘સૌના માટે વીમો’ના વિઝનમાં નોંધપાત્ર રીતે યોગદાન આપશે.” 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version