Site icon

કોંગ્રેસના નહીં પણ મોદીના શાસનમાં થયો કમાલ….  પતંજલિ કે રિલાયન્સ નહીં પરંતુ ખાદી ઉદ્યોગ સમૂહે એફએમસીજી સેક્ટરમાં એક લાખ કરોડનું ટર્ન ઓવર કર્યું.

 News Continuous Bureau | Mumbai

 વર્ષ ૨૦૧૪ થી ખાદી ગ્રામ ઉદ્યોગ ને આગળ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ માટે ખાદીની પ્રોડક્ટો ને ઓપન માર્કેટમાં વેચવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા હતા અને ખાદી ની પ્રોડક્ટ સીધેસીધી આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા ની શરૂઆત કરી હતી.

Join Our WhatsApp Community

 હવે આશરે સાત વર્ષ પછી તેના મીઠા પરિણામો દેખાઈ રહ્યા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન એ એક લાખ પંદર હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે. આ સાથે જ ખાદી ગ્રામ ઉદ્યોગ એ ભારત દેશની નંબર વન એફએમસીજી કંપની બની ગઈ છે.  ગત વર્ષે ખાદીના ટર્નઓવરમાં 21 ટકા જેટલો વધારો નોંધાયો હતો અને તેની સાથે જ ખાદી ઉદ્યોગે એક નવી ઊંચાઈ સર કરી લીધી છે.

 ઉલ્લેખનીય છે કે ખાદી ની વાર્ષિક પુસ્તિકામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફોટોગ્રાફ્સ છપાયો હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી સહિત અનેક નેતાઓએ કાગારોળ મચાવી હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટીએ પ્રત્યુત્તર આપ્યો હતો કે ખાદીના વાર્ષિક પરિણામોને આધારે આવનાર સમયમાં મૂલ્યાંકન થશે. હવે એ વાત સાબિત થઈ ગઈ છે કે કોંગ્રેસના શાસનમાં ખાદી એ જેટલો વિકાસ કર્યો તેના કરતાં વધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી દરમિયાન થયો છે.

આ સમાચાર પણ વાંચો : જમીન પર આવી ગયાં ઝુકરબર્ગ. અમીર લોકોની યાદીમાં 3 નંબર પરથી ગબડીને છેક… આટલા નંબરે પહોંચ્યા. આપણા અદાણી – અંબાણી કરતા પણ પાછળ.

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version