News Continuous Bureau | Mumbai
કર્મચારીઓની છટણીના સમાચાર સામે આવ્યા બાદ ઈ-કોમર્સ કંપની એમેઝોન ઈન્ડિયા (Amazon India) સરકારના રડાર પર આવી ગઈ છે. શ્રમ મંત્રાલયે (labour Ministry) કંપનીને સમન્સ જારી કર્યા છે. કર્મચારી યુનિયન (Employee Union ) ની ફરિયાદ પર મોકલવામાં આવેલી આ નોટિસ (notice) માં કંપનીને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે અમેઝોને ભૂતકાળમાં 10,000 કર્મચારીઓની છટણીની વાત કરી હતી. જેમાં એન્જિનિયરથી લઈને વૈજ્ઞાનિકનો સમાવેશ થાય છે.
નોટિસમાં શું કહેવામાં આવ્યું છે?
એમેઝોન તરફથી કર્મચારીઓને એક મેલ મોકલવામાં આવ્યો છે. જેમાં તેમને 30 નવેમ્બર સુધીમાં અલગ થવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. શ્રમ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એમેઝોન અધિકારી પોતે અથવા અધિકૃત પ્રતિનિધિએ શ્રમ વિભાગની ઓફિસમાં તમામ પુરાવા અને દસ્તાવેજો સાથે નિશ્ચિત સમય અને દિવસે હાજર રહેવું પડશે.
કોણે કરી ફરિયાદ
આપને જણાવી દઈએ કે ટેકનિકલ કર્મચારીઓના સંગઠન યુનિયન નેસેન્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઈઝ સેનેટ (NITES)એ શ્રમ મંત્રાલયને ફરિયાદ કરી છે. એવું કહેવામાં આવ્યું હતું કે કંપની છટણીના નિયમોનું પાલન કરી રહી નથી. NITESએ કેન્દ્રીય શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને મોકલેલી ફરિયાદમાં કહ્યું હતું કે એમેઝોન તેના કર્મચારીઓને કંપની છોડવા માટે દબાણ કરી રહ્યું છે અને આ મામલે તપાસ થવી જોઈએ.
નિયમોનું પાલન થતું નથી
કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંપની છટણીના નિયમોનું પાલન કરી રહી નથી. કંપની દ્વારા મોકલવામાં આવેલા મેલમાં કહેવામાં આવ્યું છે કે હવે ઘણી પોસ્ટ પર કર્મચારીઓની જરૂર નથી, તેથી કેટલાક રોલ્સ નાબૂદ કરવામાં આવી રહ્યા છે. આવા કર્મચારીઓનો કાર્યકાળ 17 જાન્યુઆરી, 2023 સુધીનો રહેશે અને તે પછી સેવા સમાપ્ત ગણવામાં આવશે. તે જ સમયે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ હેઠળ, કોઈપણ એમ્પ્લોયર સરકારની પૂર્વ પરવાનગી વિના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકતો નથી. કર્મચારીઓનું કહેવું છે કે જો કોઈ કર્મચારીએ એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તેને ત્રણ મહિનાની નોટિસ આપ્યા વિના કંપનીમાંથી કાઢી ન શકાય.
