ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કોરોના મહામારીને પગલે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે, પરંતુ આવકવેરા ખાતાએ આ મહિનાની શરૂઆતમાં રિટર્ન ફાઇલ કરનારાઓની લેટ ફી કાપી લીધી હતી. એને હવે પાછી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવકવેરા ખાતાએ જાહેર કર્યું છે કે 30 જુલાઈ બાદ જેમણે રિર્ટન ફાઇલ કર્યાં હતાં અને તેમને દંડ કરવામાં આવ્યો હતો. એ હવે તેમને વ્યાજ સહિત રકમ પાછી કરાશે.
સૉફ્ટવેરમાં રહેલી ભૂલને કારણે રિટર્ન ફાઇલ કરનારા લોકોને લેટ પેમેન્ટ ફી ભરવી પડી હતી. જોકે હવે સૉફ્ટવેરમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ભૂલને પગલે 30 જુલાઈ બાદ ઇન્કમટૅક્સ ભરનારાઓનું સેક્શન 234A અંતર્ગત વ્યાજ અને સેક્શન 234F હેઠળ લેટ પેમેન્ટની ખોટી ગણતરી થતી હતી અને લોકોના ઍકાઉન્ટમાંથી પૈસા કટ થઈ રહ્યા હતા.