આગામી નાણાકીય વર્ષથી, કોઈ પણ ટીવીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલ 2021થી ટીવીના ભાવમાં 3000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
ટીવીના ભાવ છેલ્લા આઠ મહિનામાં 300% વધ્યા છે, જેના કારણે યુનિટ દીઠ આશરે 3000-4000નો ચોખ્ખો વધારો થયો છે.
વૈશ્વિક વિક્રેતાઓ તરફથી પુરવઠામાં ઘટાડો થવાને કારણે તેમજ અન્ય કારણોથી, ટીવી પેનલ્સ (ઓપન સેલ)ની કિંમતમાં સતત વધારો થયો છે અને તેમની કિંમતો બમણા કરતા પણ વધારે પહોંચી ગઈ છે.