Site icon

વીમા કંપની LICએ ફરી રોકાણકારોને રડાવ્યા, નફો પણ ઘટ્યો અને ડિવિડન્ડ પણ… જાણો કેટલા ટકા મળશે ડિવિડન્ડ

Government's scheme, insurance of 2 lakhs will be available in just Rs 436, know the process

Government's scheme, insurance of 2 lakhs will be available in just Rs 436, know the process

News Continuous Bureau | Mumbai 

શેરબજાર(Share Market)માં નબળા લિસ્ટિંગ છતા ભારતની સૌથી મોટી કંપનીઓમાં શામેલ થનાર ભારતીય જીવન વીમા નિગમ(LIC)એ ફરી રોકાણકારો(Investors)ને આજે નિરાશ કર્યા છે. એલઆઈસીએ 2021-22ના ચોથા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા છે. બીએસઈ(BSE) ખાતેની ફાઈલિંગ અનુસાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(LIC)નો નફો માર્ચ ત્રિમાસિકગાળામાં 18% ઘટ્યો છે. વીમા જાયન્ટ કંપનીએ જાન્યુઆરી-માર્ચ, 2022માં 2371 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 18% ઓછો છે.

Join Our WhatsApp Community

પરિણામોની સાથે કંપનીના બોર્ડે ડિવિડન્ડ(Dividend)ની પણ જાહેરાત કરી છે, જેની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. રૂ. 10ની ફેસવેલ્યુ (face value)ની સામે અંદાજે 1000% ડિવિડન્ડ એટલે કે 10 રૂપિયાથી વધુના ડિવિડન્ડ(Dividend)ની અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ કંપનીએ 15% એટલે કે 1.50 રૂપિયા પ્રતિ શેર(Share)ના જ ડિવિડન્ડની જાહેરાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી ચૂંટણીની મોસમ, રાજ્યસભાની 57 બેઠકો માટે થશે મતદાન; જાણો કયા રાજ્યમાં કેટલી સીટો છે ખાલી.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે એલઆઈસી(LIC)ના આઈપીઓ(IPO)માં 22.13 કરોડ શેર એટલે કે 3.5% હિસ્સો વેચ્યો હતો જેને સ્થાનિક રોકાણકારો(Investors) અને ખાસ કરીને રિટેલ(retail) અને પોલિસીધારકો (Policy holder) તરફથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો, બાકી અન્ય કેટેગરીએ આઈપીઓમાં ખાસ રસ દાખવ્યો નહોતો.

Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ
Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Exit mobile version