Site icon

ઘર ખરીદવા ઈચ્છુકોને ફટકો, અગ્રણી ફાઈનાન્સ કંપનીએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો આટલો વધારો.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં સુધારો કર્યા બાદ અનેક બેંકોએ તેમના વ્યાજદરમાં(Interest rtae) વધારો કર્યો છે, તેમાં હવે દેશની અગ્રણી લાઇફ ઇન્સ્યોરન્સ(Life insurance) કોર્પોરેશન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) પણ જોડાઈ ગઈ છે. LIC HFLએ તેના લોન વ્યાજ દરમાં વધારો કર્યો છે. હોમ લોન પરના નવા વ્યાજ દરો અગાઉના 6.7 ટકાથી વધીને હવે 6.9 ટકા કરી નાખવામાં આવ્યા છે. નવા દર 13 મે, 2022 એટલે કે આજથી જ અમલમાં આવી ગયા છે.

Join Our WhatsApp Community

LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL), ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ચાર મે, 2022 ના રોજ રેપો રેટમાં(Repo rate) સુધારાની જાહેરાત બાદ LIC HFL એ  તેના લોન પ્રોડ્કસ માટેના વ્યાજના દરમાં સુધારો કર્યો છે,તદનુસાર, LIC HFL એ તમામ રિટેલ લોન પ્રોડક્ટ કેટેગરીમાં તેના વ્યાજદરમાં પણ સુધારો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો:  Jioનો જોરદાર ધમાકો. માર્ચમાં આટલા મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવીને ટોચ પર.. જાણો વિગતે.

LIC HFL ના MD અને CEO વાય વિશ્વનાથ ગૌડે(Vishwanath Gowde) એક મીડિયા હાઉસના જણાવ્યા મુજબ “RBIએ લાંબા સમય બાદ પોલિસી રેટમાં(Policy rate) વધારો કર્યો છે અને તેની અસર તમામ ધિરાણકર્તાઓ પર જોવા મળી રહી છે.  ભંડોળના ખર્ચમાં વધારો થયો હોવા છતાં અમારા હોમ લોનના દરોને સ્પર્ધાત્મક રાખ્યા છે.

 RBIએ  એક ઑફ-સાયકલ MPC મીટિંગમાં ફુગાવાના વધારાને કારણે વ્યાજ દર 40 bps વધારીને 4.40 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. રેપો રેટમાં વધારો એ લોન અને EMI દરમાં વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2018 પછીનો આ પ્રથમ દરમાં વધારો હતો અને MPC દ્વારા રેપો રેટમાં અનિશ્ચિત વધારો કરવાનો પ્રથમ દાખલો હતો.
 

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version