Site icon News Continuous Bureau | Mumbai

LIC Policy રાખતા લોકોને મળી રહી છે ખાસ સુવિધા, 24 માર્ચની તારીખ કરી લો નોટ: નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

એલઆઈસી પોલિસી ધારકો ધ્યાન આપો... જો તમે પણ એલઆઈસી પોલિસી લીધી હોય અને તમારું પ્રીમિયમ (lic policy premium) ચૂકવવાનું ભૂલી ગયા હોય, તો હવે તમારી પાસે તેને ફરીથી શરૂ કરવાની તક છે.

LIC launches Special Revival Campaign to renew lapsed LIC policy, here’s how

LIC Policy રાખતા લોકોને મળી રહી છે ખાસ સુવિધા, 24 માર્ચની તારીખ કરી લો નોટ: નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

News Continuous Bureau | Mumbai

LIC Special Revival Campaign: એલઆઈસી પોલિસી (LIC Policy) ધારકો ધ્યાન આપો… જો તમે પણ એલઆઈસી પોલિસી લીધી હોય અને તમારું પ્રીમિયમ ( lic policy premium) ચૂકવવાનું ભૂલી ગયા હોય, તો હવે તમારી પાસે તેને ફરીથી શરૂ કરવાની તક છે. કંપની વતી ગ્રાહકોને તેમની પોલિસી ફરી શરૂ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે અને તેની સાથે તમને લેટ ફીમાં ભારે ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. તેના માટે તમારી પાસે 24મી માર્ચ સુધીની તક છે.

Join Our WhatsApp Channel

ટેન્શન લેવાની નથી જરૂર

આપને જણાવી દઈએ કે, હાલમાં LICના દેશભરમાં કરોડો ગ્રાહકો છે. ઘણી વખત એવું જોવા મળે છે કે, ગ્રાહકો પોલિસીનું પ્રીમિયમ ચૂકવવાનું ભૂલી જાય છે અને છેલ્લી તારીખ પૂરી થયા પછી તેમને યાદ આવે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે તો જરાય ટેન્શન ન લો.

બંધ પડેલી પોલિસીને ફરી કેવી રીતે શરૂ કરાવી શકાય છે

બંધ પોલિસીને તમે માત્ર 5 વર્ષની અંદર ચાલુ કરાવી શકો છો. પોલિસીધારકો યૂલિપ (ULIP) અને હાઈ રિસ્ક પોલિસીને ફરીથી ચાલી કરાવી શકતા ના હતા. રી – ઓપનિંગ માટે તેમા એક અરજી આપવાની હોય છે, તેના પછી તેમને બંધ કરવા વિશે પણ જણાવવું પડે છે.

આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર.. આ સરકારી બેંક હજુ લોન આપવા તૈયાર, કહ્યું-શેરમાં ઘટાડાથી ગભરાતા નથી!

પ્રીમિયમની ચુકવણી સમય પર કરવુ જરૂરી છે

તમારે તમારી ચુકવણી સમયસર કરવી જોઈએ. કારણ કે, કેટલાક લોકો પોલિસી કરાવી લે છે અને પછી ચુકવણી કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, ધારકોનું જોખમ કવર પણ સમાપ્ત થઈ જાય છે અને તેમને જે રૂપિયા મળવાના હોય છે તે મળતા નથી.

લેટ ફીમાં મળી રહી છે આટલી છૂટ

પોલિસીધારકને લેટ ફી પર 30 % સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમને 1 લાખના પ્રીમિયમ પર 25 % અને 3 લાખના પ્રીમિયમ પર 30 % ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Gold Silver Rates Today। સોનું સસ્તું પણ ચાંદી મોંઘીદાટ! ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, જાણો તમારા શહેરના આજના ભાવ
India Retail Inflation Rate June 2026। ખિસ્સા ખાલી થવા માટે રહેજો તૈયાર! જૂન મહિનામાં મોંઘવારી પકડશે જોર, લોનના EMI મોંઘા કરવા RBI લઈ શકે છે મોટો નિર્ણય
Mamata Banerjee Sanatan Dharma Controversy। મમતા બેનર્જી સામે FIR દાખલ, પશ્ચિમ બંગાળ ટીએમસીમાં ભંગાણના એંધાણ
Himachal Forest Fire। હિમાચલ અને ઉત્તરાખંડના જંગલોમાં ભયંકર આગ, સોલન સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ
Exit mobile version