Site icon

LIC ના કરોડો ગ્રાહકો માટે ખુશખબર: કંપનીએ શરૂ કરી આ ખાસ સુવિધા, ફટાફટ ફોનમાં સેવ કરો આ નંબર

LICના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમે પણ એલઆઈસીની પોલિસી (LIC Policy) ની લીધી છે તો હવે તમને કંપની તરફથી વિશેષ સુવિધા આપવામાં આવશે.

LIC not thinking of investing further in Adani Group cos right now

ગૌતમ અદાણીને વધુ એક ઝટકો. અદાણી ગ્રૂપના શેરોમાં આ કંપની નહીં કરે વધુ રોકાણ..

LIC Policy Status: LICના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમે પણ એલઆઈસીની પોલિસી (LIC Policy) ની લીધી છે તો હવે તમને કંપની તરફથી વિશેષ સુવિધા આપવામાં આવશે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ તેના ગ્રાહકો માટે Whatsapp Services ની શરૂઆત કરી છે. આ સુવિધા દ્વારા હવે તમે ઘરે બેસીને અનેક સુવિધાઓનો લાભ લઈ શકશો.

Join Our WhatsApp Community

કંપનીના અધ્યક્ષે આપી જાણકારી

એલઆઈસી ઓફ ઈન્ડિયાના ચેરમેન એમ.આર. કુમાર પાસેથી મળેલી માહિતી મુજબ પોલિસી ધારકો હવે માત્ર તેમના Whatsapp પર જ ઘણી સેવાઓનો લાભ લઈ શકશે. કંપનીએ ઘણી ઇન્ટરેક્ટિવ સેવાઓ શરૂ કરી છે. આ સુવિધા સાથે તમે તમારા ફોન પર જ ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશો.

ફોનમાં સેવ કરી લો આ નંબર

આપને જણાવી દઈએ કે આ સુવિધાનો લાભ ફક્ત તે જ ગ્રાહકોને મળશે જેમણે પોતાની પોલિસી પોર્ટલ પર રજીસ્ટર કરાવી છે. ગ્રાહકોએ આ ફોન નંબર 8976862090 પર માત્ર Hi મોકલવાનો રહેશે. તેના પછી તમને પોલિસી સેવાઓ સંબંધિત તમામ માહિતી ઘરે બેઠા મળશે.

LIC Whatsapp પર મળશે આ સુવિધાઓ

  • તમને તમારી પોલિસી પ્રીમિયમ ચુકવવાની તારીખ અને બોનસ સંબંધિત તમામ જાણકારી મળી જશે
  • યુલિપ પોલિસીના યુનિટ્સના સ્ટેટમેન્ટ પણ તમે જોઈ શકશો
  • તેના સિવાય લોનની પાત્રતા અને હપ્તા સંબંધિત તમામ જાણકારી મળશે
  • પોલિસી પ્રીમિયમ પેડ સર્ટિફિકેટ અંગે પણ ડિટેલ મળી જશે
  • સાથે જ તમે એલઆઈસી સર્વિસ લિંક જેવી અનેક સુવિધાઓનો લાભ લઈ શકશો

પોર્ટલ પર કરાવવું પડશે રજિસ્ટ્રેશન

LIC પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા અને સુવિધાઓનો લાભ લેવા માટે, તમારે એલઆઈસી (LIC) ની વેબસાઇટ પર જવાનુ રહેશે. અહીં તમારે તમારો પોલિસી નંબર અને અન્ય મહત્વપૂર્ણ ડિટેલ્સ ભરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે વોટ્સએપ સુવિધાનો લાભ પણ લઈ શકશો. તેની સાથે તમને વીમા પોલિસી સંબંધિત તમામ માહિતી પણ મળશે.

Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
GST 2.0: આજથી આ છે દેશની સૌથી સસ્તી કારો, જાણો GST કપાત પછી કેટલી થઇ કિંમત
GST 2.0: દૂધ, પનીર, સાબુ, દવાઓથી લઈને ટીવી, ફ્રિજ અને બાઈક સુધી… આજથી શું સસ્તું અને શું થઈ જશે મોંઘું?વાંચો લિસ્ટ
Exit mobile version