Site icon

LIC Q3 Results: LIC એ તેના ત્રીજા ક્વાર્ટરમાં કર્યો બમ્પર નફો, આટલા ટકાનો થયો ચોખ્ખો નફો.. જારી કર્યું ડિવિન્ડ.

LIC Q3 Results: LICએ તેના ડિસેમ્બરના પરિણામો જાહેર કર્યા છે. જેમાં તેની ચોખ્ખી પ્રીમિયમ આવક ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં વધીને રૂ. 117017 કરોડ થઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 111788 કરોડ હતી.

LIC Q3 Results LIC posts bumper profit in its 3rd quarter, net profit of so much percent.. Issued dividend..

LIC Q3 Results LIC posts bumper profit in its 3rd quarter, net profit of so much percent.. Issued dividend..

News Continuous Bureau | Mumbai 

LIC Q3 Results: દેશની અગ્રણી વીમા કંપની LIC એ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો ( Q3 Results ) જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 49 ટકાથી વધીને રૂ. 9444 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી વીમા કંપનીનો ચોખ્ખો નફો રૂ. 6334 કરોડ હતો. કંપનીએ શેરધારકો ( shareholders )  માટે ડિવિડન્ડ ( dividend ) પણ જાહેર કર્યું છે. આ શેર સાડા છ ટકાના ઉછાળા સાથે રૂ.1112 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રાડેમાં ( intraday ) આ શેર રૂ. 1145ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, LICએ જણાવ્યું હતું કે, તેની ચોખ્ખી પ્રીમિયમ આવક ( Premium income ) ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં વધીને રૂ. 1,17,017 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,11,788 કરોડ હતી. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં LICની કુલ આવક વધીને રૂ. 2,12,447 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,96,891 કરોડ હતી.

 LIC બોર્ડે રૂ. 10ની ફેસ વેલ્યુના આધારે શેરધારકોને 40 ટકા એટલે કે રૂ. 4 પ્રતિ શેરનું ડિવિડન્ડ જારી કર્યું છેઃ રિપોર્ટ..

પ્રાપ્ત માહિતી મુજબ, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના બોર્ડે રૂ. 10ની ફેસ વેલ્યુના આધારે શેરધારકોને 40 ટકા એટલે કે રૂ. 4 પ્રતિ શેરનું ડિવિડન્ડ જારી કર્યું છે. આગામી 30 દિવસમાં ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. હાલમાં એક્સચેન્જ પર રેકોર્ડ ડેટ વિશે કોઈ માહિતી નથી.

આ સમાચાર પણ વાંચો : Abhishek Ghosalkar Firing Case : જો હવે કોઈ માણસ મને કાલે મિટીંગ માટે બોલાવે અને ત્યાં ગોળીબાર થાય તો શું? અજિત પવારનો વિપક્ષને સણસણતો સવાલ..

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગુરુવારે રાજ્યસભામાં એલઆઈસીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ શેર ( Indian Stock Market )  તેના સર્વકાલીન ઊંચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. પરિણામે, આ શેર લગભગ 10 ટકા ઉછળ્યો અને ઇન્ટ્રાડે રૂ. 1145ની નવી ઓલ-ટાઇમ હાઇએ પહોંચ્યો છે . જોકે, અંતે તે રૂ.1112ના સ્તરે બંધ રહ્યો હતો., આ શેર રૂ. 937 થી રૂ. 1112 ના સ્તરે પહોંચી ગયો છે, જેમાં કુલ 18 ટકાનો વધારો થયો છે.

અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ, હાલમાં LICનો શેર એક સપ્તાહમાં 18 ટકા, એક મહિનામાં 35 ટકા, ત્રણ મહિનામાં 80 ટકા અને એક વર્ષમાં 82 ટકા વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોક 33 ટકા ઉછળ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version