Site icon

કામની સ્કીમ – LIC ની આ ગજબ પોલિસીમાં ફક્ત એકવાર જમા કરો રૂપિયા- આજીવન મળશે પેન્શન

 News Continuous Bureau | Mumbai

જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાના ખર્ચને(Old age costs) લઈ પરેશાન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાને(old age) સુરક્ષિત કરવા માંગો છો, તો આ તમારા માટે એક સારો પ્લાન છે.

 LIC New Jeevan Shanti Policy: જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાના ખર્ચને લઈ પરેશાન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે પણ તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માંગો છો, તો આ તમારા માટે એક સારો પ્લાન છે. LIC એ નવી અને શાનદાર પોલિસી (LIC Policy) જીવન શાંતિ પોલિસી (New Jeevan Shanti Policy) લોન્ચ કરી છે. એકવાર તમે આ પોલિસીમાં રોકાણ કરી લો, પછી તમે આજીવન ગેરંટી સાથે પેન્શન મેળવી શકો છો. તેની મદદથી તમે તમારી નિવૃત્તિ (LIC Life Insurance) પછીના ખર્ચને સરળતાથી પૂરો કરી શકો છો.

જાણો શું છે સ્કીમ ? (LIC Jeevan Shanti Scheme)

આ પ્લાન LICના જૂના પ્લાન જીવન અક્ષય જેવો જ છે. જીવન શાંતિ પોલિસીમાં તમારી પાસે બે વિકલ્પો હોય છે. પ્રથમ છે ઈમીડિએટ એન્યુટી અને બીજો ડેફ્ફર્ડ એન્યુટી. આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે. પહેલા એટલે કે ઈમીડિએટ એન્યુટી હેઠળ પોલિસી લીધા પછી તરત જ પેન્શનની સુવિધા મળી જાય છે. બીજી તરફ ડેફ્ફર્ડ એન્યુટીના વિકલ્પમાં પેન્શનની સુવિધા પોલિસી લીધાના 5, 10, 15 અથવા 20 વર્ષ પછી મળે છે. સૌથી મોટી વાત એ છે કે જો તમે ઇચ્છો તો તરત જ તમારું પેન્શન શરૂ કરી શકો છો.

નોકરી સિવાય કેવી રીતે એક્સ્ટ્રા ઈનકમ મેળવવી- ઘરે બેસી લાખોમાં રૂપિયા કમાવવાના આ છે ગજબના ફંડા

કેવી રીતે બનશે પેન્શન (How Much Pension Will Be Received) 
Join Our WhatsApp Community

આ યોજના હેઠળ પેન્શનની રકમ નિશ્ચિત નથી. તમને તમારા રોકાણ, ઉંમર અને ડિફરમેન્ટ પીરિયડ મુજબ તમારું પેન્શન મળશે. રોકાણ અને પેન્શનની શરૂઆત વચ્ચેનો સમયગાળો જેટલો લાંબો હશે અથવા ઉંમર જેટલી વધારે હશે, તેટલું તમને પેન્શન મળશે. LIC તમારા રોકાણની ટકાવારી અનુસાર પેન્શન આપે છે.

કોને મળશે લાભ (People Of This Age Can Take Benefits)

LIC નો આ પ્લાન ઓછામાં ઓછા 30 વર્ષ અને વધુમાં વધુ 85 વર્ષ સુધીના વ્યક્તિઓ લઈ શકે છે. આ ઉપરાંત જીવન શાંતિ પ્લાનમામાં લોન, પેન્શન શરૂ થયાના 1 વર્ષ પછી તેને સરેન્ડર, પેન્શન શરૂ થયાના 3 મહિના પછી કરી શકાય છે. બંને વિકલ્પો માટે પોલિસી લેતી વખતે વાર્ષિક દરોની ખાતરી આપવામાં આવશે. યોજના હેઠળ વિવિધ વાર્ષિકી વિકલ્પો અને વાર્ષિકી ચુકવણીની રીતો ઉપલબ્ધ છે. પરંતુ આ પોલિસી લેતા પહેલા ધ્યાનમાં રાખો કે એકવાર પસંદ કરેલ વિકલ્પ બદલી શકાતો નથી. આ પ્લાન ઓફલાઈન તેમજ ઓનલાઈન ખરીદી શકાય છે.

કમાણીની સ્પેશિયલ તક – આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપી રહી છે 8-3 ટકા વ્યાજ- આજે જ ઉઠાવો લાભ

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version