Site icon

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર- LPG સિલિન્ડરના ભાવમાં થયો નોંધપાત્ર ઘટાડો-જાણો કેટલા ઘટ્યા

Domestic LPG price at Rs 1103, up by Rs 50 per cylinder

નવા મહિનામાં મોંઘવારીનો નવો માર, ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો.. જાણો નવા રેટ..

News Continuous Bureau | Mumbai

નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે ઈંધણના ભાવમાં(fuel prices) થોડી રાહત મળી છે. કેન્દ્ર સરકારે(Central Govt) આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં(LPG cylinder price) ઘટાડો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ(Government oil companies) આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે ઘરેલુ સિલિન્ડરના(domestic cylinders) ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. મહત્વનું છે કે 6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર છે.

Join Our WhatsApp Community

આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1,859.50થી ઘટીને 1,744 રૂપિયા  થઇ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સિલિન્ડરની કિંમત 2009.50થી ઘટીને 1,893 રૂપિયા થૈ ગઈ છે. તો મુંબઈમાં નવો ભાવ 1,696 રૂપિયા થયો જે પહેલા 1,844 રૂપિયા હતો. અને કોલકાતામાં હવે LPG સિલિન્ડર 1,995.50 રૂપિયામાં મળશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય.

ઘરેલુ સિલિન્ડરના દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. એક ઘરેલુ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1079 રૂપિયા, ચેન્નાઈમાં 1068.50 રૂપિયા અને મુંબઈમાં 1052 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે દેશની ગેસ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની(commercial gas cylinders) કિંમતો નક્કી કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version