કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો આપ્યો છે.
તેલના ભાવમાં સતત વધારાની વચ્ચે સરકારે સ્થાનિક LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરના 25 રૂપિયા વધાર્યા છે, જ્યારે વેપારી સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયા ઘટાડો કરાયો છે. નવા દરો આજથી લાગુ થશે.
આ પહેલા 1 ફેબ્રુઆરીએ ઓઇલ કંપનીઓએ વેપારી LPG સિલિન્ડર (19 કિલો) ના ભાવમાં પ્રતિ સિલિન્ડરમાં 190 રૂપિયા વધારો કર્યો હતો.
