Site icon News Continuous Bureau | Mumbai

LPG Cylinder Price : નવા વર્ષના પહેલા જ દવિસે મોંઘવારીમાંથી મળી રાહત! સરકારે એલપીજી સિલિન્ડરના દરમાં ઘટાડો કર્યો; જાણો નવા દર..

LPG Cylinder Price : સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.

LPG Cylinder Price LPG prices Indian OMCs slash commercial LPG cylinder prices in Delhi, Mumbai and other cities

LPG Cylinder Price LPG prices Indian OMCs slash commercial LPG cylinder prices in Delhi, Mumbai and other cities

News Continuous Bureau | Mumbai

LPG Cylinder Price :  આજથી 2025 વર્ષ શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 1 જાન્યુઆરીથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પાંચમા મહિને વધારો કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

 LPG Cylinder Price : 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો

19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1,804 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે પહેલા 1,818.50 રૂપિયામાં મળતું હતું. આર્થિક રાજધાની મુંબઈમાં ગેસ સિલિન્ડર 1756 રૂપિયામાં મળશે. કોલકાતામાં 1 જાન્યુઆરીથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1911 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ચેન્નાઈમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1966 રૂપિયા હશે.

આ સમાચાર પણ વાંચો :  Bank Alert:  બંધ થઈ જશે 3 પ્રકારના બેંક એકાઉન્ટ્સ? ક્યાંક આ લિસ્ટમાં તમારું નામ તો નથી.. ફટાફટ તપાસો…

જોકે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા આઠ મહિનાથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર છે. સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે.

LPG Cylinder Price : ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિર

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચ 2025 માં ઘરેલું ગેસના ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે ગેસના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા છે.

 

 

RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Supreme Court CEC Gyanesh Kumar મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી SIT તપાસથી લઈને ફોરેન્સિક ઓડિટ સુધીની માગ, આ તારીખે સુનાવણી
Captain Smit Machchar Telephonic Conversation PM Modi ‘મોદી સાહેબ, તમે જ મારી પ્રેરણા છો!’ પીએમ સાથે ફોન પર કેપ્ટન સ્મિત માછરે કહી કોકપિટમાં મોત સામે લડ્યાની રૂંવાડા ઊભા કરી દે તેવી કહાની
PM Modi Praises Smit Machhar ‘તમે હજારો જીવ બચાવ્યા, ભારત તમારી સાથે છે!’ PM મોદીએ જાંબાઝ કેપ્ટન સ્મિત માછર સાથે વાત કરી વધાર્યો ઉત્સાહ: જુઓ વીડિયો
Exit mobile version