ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
પેટ્રોલિયમ કંપનીઓએ રસોઈ ગેસની કિંમતોમાં ફરી એકવાર વધારો કરી દીધો છે.
સબસિડી વગરના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારાની સાથે દિલ્હીમાં ઘરેલુ ઉપયોગવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ 859.5 રૂપિયા થઈ ગયો છે.
મુંબઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ 859.5 રૂપિયા થઈ ગયો છે.
આ જ રીતે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 68 રૂપિયા વધીને 1618 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 1 જુલાઈના રોજ તેલ કંપનીઓએ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો 25 રૂપિયા વધારી હતી.
પેગાસસ જાસૂસી કેસ: કેન્દ્ર સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ બાબતને ગુપ્ત રાખવાની છૂટ આપી
