Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો વધુ એક માર- આ તારીખથી ઘરગથ્થુ ગેસ નું જોડાણ લેવું થશે મોંધુ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સામાન્ય નાગરિકોને મોંધવારીનો(Inflation) હજી માર પડવાનો છે. જો તમે ઘરમાં ગેસનું નવું કનેક્શન(Gas Connection) લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે પેટ્રોલિયમ કંપનીઓએ(Petroleum companies) નવા ઘરેલુ ગેસ કનેક્શનના ભાવમાં વધારો કર્યો છે.

Join Our WhatsApp Channel

અગાઉ, ગ્રાહકોને ગેસ સિલિન્ડર(Gas cylinder) કનેક્શન માટે 1,450 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તમારે 750 રૂપિયા વધુ ચૂકવવા પડશે એટલે કે તમારે હવે કુલ 2,200 રૂપિયા ચૂકવવા પડશે.  નવો ફેરફાર 16 જૂનથી અમલમાં આવશે. પેટ્રોલિયમ કંપનીઓએ 14.2 કિલોના ગેસ સિલિન્ડરના કનેક્શનમાં 750 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, જો તમે બે-સિલિન્ડર કનેક્શન લો છો, તો તમારે સિક્યુરિટી તરીકે 4,400 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ ગ્રાહકોને(Customer) માત્ર 2,200 રૂપિયા ચૂકવવા પડતા હતા.

આ સમાચાર પણ વાંચો : હાય રે મોંઘવારી- મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 9 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો-જાણો આંકડા અહીં

આ ઉપરાંત, ગ્રાહકોએ રેગ્યુલેટર (regulator) માટે 150 રૂપિયાને બદલે 250 રૂપિયા ખર્ચવા પડશે. કેન્દ્ર સરકારની(Central Government) ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ અસર થશે, અને ઉજ્જવલા યોજનાના ગ્રાહકોએ બીજા સિલિન્ડર માટે વધારાની સિક્યુરિટી રકમ ચૂકવવી પડશે. જો કે,  આ યોજના હેઠળ નવું કનેક્શન લેવામાં આવે છે, તો તેણે પહેલા જેટલી જ સિક્યુરિટી ચૂકવવી પડશે.

સબસિડી વગરના ગેસ સિલિન્ડર – 1065 રૂપિયા

સિલિન્ડર સિક્યુરિટી ડિપોઝિટ રકમ – 2200 રૂપિયા

રેગ્યુલેટર માટે સિક્યુરિટી ડિપોઝિટ – 250 રૂપિયા

પાસબુક – 25 રૂપિયા

પાઇપ – 150 રૂ
 

Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
RBI Repo Rate Hike Forecast સામાન્ય માણસનું બજેટ ફરી ખોરવાશે! RBI ડિસેમ્બરમાં વધારી શકે છે રેપો રેટ જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે EMI નો બોજ?
Govt To Cut Stake In 4 PSU Banks સરકારી બેંકોના શેરમાં મોટો ધમાકો થવાના એંધાણ! કેન્દ્ર સરકાર ૪ PSU બેંકોમાં વેચશે હિસ્સો જાણો રોકાણકારો માટે કમાણીની શું છે તક?
Exit mobile version