ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલીન્ડરનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા થઈ છે. મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.
જોકે, ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતા દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે જુલાઇમાં ઓઇલ કંપનીઓએ ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
