જુલાઈ મહિનાના પહેલા જ દિવસે આમ જનતાને મોટો આંચકો લાગ્યો છે.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે.
ઘરેલું રસોઈ ગેસમાં રૂ25.50 અને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ84 નો વધારો કર્યો છે.
આ ભાવવધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે. તો મુંબઈમાં 834.5 રૂપિયામાં મળી રહ્યો છે.
