Site icon News Continuous Bureau | Mumbai

LPG Subsidy : લોકસભા ચૂંટણી પહેલા LPG ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત, સરકારની સબસિડી વધારવાની યોજના!

LPG Subsidy : આગામી વર્ષે માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ પહેલા કેન્દ્ર સરકાર એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા છે. મીડિયા અહેવાલ અનુસાર, સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવા પર વિચાર કરી રહી છે.

LPG Subsidy : Govt likely to increase LPG subsidy again

LPG Subsidy : Govt likely to increase LPG subsidy again

News Continuous Bureau | Mumbai 

LPG Subsidy : આગામી વર્ષે માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન દેશમાં લોકસભાની ચૂંટણી (Lok sabha election) યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ પહેલા કેન્દ્ર સરકાર (Central govt) એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા છે. મીડિયા અહેવાલ અનુસાર, સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર પર સબસિડી વધારવાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સબસિડીની રકમ વધવાથી કરોડો ગેસ ગ્રાહકોને રાહત મળશે.

Join Our WhatsApp Channel

ગ્રાહક આધાર વધારવા પર પણ ધ્યાન

સરકાર ઉજ્જવલા યોજનાનો લાભ શક્ય તેટલા વધુ પરિવારો સુધી પહોંચાડવા માટે ગ્રાહક આધાર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મોંઘવારીને જોતા સરકાર આ પગલું ભરે તેવી અપેક્ષા છે. સપ્ટેમ્બર મહિના માટે રિટેલ મોંઘવારી દર ઘટીને 5.02 ટકા થઈ ગયો છે. સરકારે RBIને મોંઘવારી દરને 4થી 6 ટકાની રેન્જમાં રાખવાનો ટાર્ગેટ આપ્યો છે. અગાઉ જુલાઈમાં મોંઘવારી દર 15 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Cash-for-query row: સાંસદ મહુઆ મોઇત્રાની ‘લાંચ લઈ પ્રશ્ન પૂછવા’ના આરોપમાં મુશ્કેલી વધી, લોકપાલે આપ્યા આ આદેશ..

LPG સિલિન્ડરની કિંમત રૂ. 900ને પાર

હાલમાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 સિલિન્ડર પર 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળે છે. દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. આ રીતે, સબસિડી મળ્યા પછી, લાભાર્થીઓને આ સિલિન્ડર 603 રૂપિયામાં મળે છે. તાજેતરમાં, કેન્દ્રીય કેબિનેટે લગભગ 9.6 કરોડ ઓછી આવક ધરાવતા પરિવારોને ગેસ સબસિડી પર રાહત આપી હતી. સરકારે ઓછી આવક ધરાવતા પરિવારો માટે એલપીજી સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version