Site icon News Continuous Bureau | Mumbai

કોના બાપની દિવાળી? બૅન્કોની લોન નહીં ભરનારાં સાકરનાં કારખાનાંના આટલા હજાર કરોડ રૂપિયા હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના લગભગ 57 સાકર કારખાનાંઓએ જુદી-જુદી બૅન્કો પાસેથી લીધેલી કરોડો રૂપિયાની લોન પાછી ચૂકવી નથી. ડિફોલ્ટર બનેલાં આ સાકરનાં કારખાનાંના લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા હવે મહારાષ્ટ્ર સરકાર ચૂકવશે. કારણ કે સાકરનાં કારખાનાંઓ માટે સરકાર બૅન્ક ગૅરન્ટર બની હતી. એથી લોનના પૈસા ભરવાની જવાબદારી હવે સરકારને માથે આવી પડી છે.

કરદાતાઓના પૈસે હવે સરકાર આ ડિફોલ્ટર બનેલાં કારખાનાંઓની લોન ભરવાની છે. એથી સામાન્ય નાગરિકોમાં નારાજગી છે. મહારાષ્ટ્ર સરકારના માથે પહેલાંથી જ કરોડો રૂપિયાનું દેવું છે. એમાં હવે તેણે મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્ક, મુંબઈ બૅન્ક અને નાંદેડ ઍન્ડ ઉસ્માનાબાદ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બૅન્કને ત્રણ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે. સરકારે એ માટે રાજ્યના ચીફ સેક્રેટરી (નાણાકીય) રાજગોપાલ દેવરાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરી છે.

વેપારીઓને માથે આ તો કેવી પનોતી? કોલ્હાપુર અને સાંગલીના વેપારીઓ થયા બેહાલ, કોરોના મહામારી બાદ હવે વરસાદી આફત; દુકાનો ખોલવા સતારામાં વેપારીઓનો મોરચો, જાણો વિગત

સાકરનાં કારખાનાંઓએ લીધેલી લોન પાછી ભરવાની સાથે જ સરકારના માથે કૉ-ઑપરેટિવ સ્પિનિંગ મિલોના 800 કરોડ રૂપિયા પણ ચૂકવવાની જવાબદારી છે.

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version