ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
13 જાન્યુઆરી 2021
મહારાષ્ટ્ર સરકાર પોતાના રાજયમાં ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહિત કરવા કટિબધ્ધ છે. કોરોના બાદ ઉદ્ધભવેલી મંદી ને ધ્યાનમાં લઈ સસ્તા દરે વીજળી આપવનું વિચારી રહી છે. અન્ય રાજ્યોની તુલનામાં સસ્તા દરે મહારાષ્ટ્રના ઉદ્યોગોને વીજળી પહોંચાડવા માટે સરકારે આજે ખાસ બેઠક બોલાવી હતી.
વીજ વિભાગે રાજ્યમાં વીજળી દર ઘટાડવાનો નિર્ણય લીધો છે અને એમએસઇડીસીએલને આગામી ચાર વર્ષ માટે રોડમેપ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં, ખેડૂતોને સબસિડી વીજળીનો વધારાનો આર્થિક બોજો ક્રોસ સબસિડી દ્વારા ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને આપવામાં આવે છે.
અન્ય રાજ્યોમાં, આ ભારણ રાજ્ય સરકાર વહન કરે છે. નોંધનીય છે કે, તમિળનાડુ સરકારે તાજેતરમાં જ ખેડૂતોની વીજળી ટેરિફ રાહતો માટે રૂ .3,500 કરોડ ફાળવ્યા છે.