Site icon

Mahindra Holidays & Resorts India Limited : મહિન્દ્રા હોલિડેઝ ઉત્તરાખંડમાં રૂ.1000 કરોડનું રોકાણ કરશે.

આગામી થોડા વર્ષોમાં 4થી 5 રિસોર્ટ સ્થાપિત કરવાના હેતુ સાથે ઉત્તરાખંડની સરકાર સાથેના આ સ્ટ્રેટેજિક એમઓયુ કર્યાં છે.

Mahindra Holidays will invest Rs.1000 crore in Uttarakhand

Mahindra Holidays will invest Rs.1000 crore in Uttarakhand

News Continuous Bureau | Mumbai

ક્લબ મહિન્દ્રા ( Club Mahindra ) બ્રાન્ડની ફ્લેગશીપ હેઠળ આવેલી દેશની ટોચની વેકેશન અને લેઝ્યર હોસ્પટાલિટી કંપની મહિન્દ્રા હોલિડેઝ ( Mahindra Holidays ) એન્ડ રિસોર્ટ્સે (MHRIL) આજે ઉત્તરાખંડ ( Uttarakhand ) સરકાર સાથે એમઓયુ ( MoU ) પર હસ્તાક્ષર કર્યા છે. એમઓયુ હેઠળ મહિન્દ્રા ઉત્તરાખંડમાં આગામી થોડા વર્ષોમાં 4થી 5 નવા મોટા માર્કી રિસોર્ટ્સ સ્થાપિત કરવા અને રૂ. 1000 કરોડનું રોકાણ ( investment ) કરશે.

Join Our WhatsApp Community

 મહિન્દ્રા હોલિડેઝનો ઉદ્દેશ્ય રાજ્યનો સ્ટ્રેટેજિક પાર્ટનર ( Strategic partner ) બનવાનો છે, જે આ રિસોર્ટના ડેવલપમેન્ટ દ્વારા ઉત્તરાખંડ સરકારને ( Uttarakhand Govt ) તેના તમામ પ્રવાસન પ્રયાસોમાં ટેકો આપશે અને રાજ્યની સમૃદ્ધિમાં વધારો કરતાં સીધી રોજગારીની તકો પૂરી પાડવામાં ભાગ ભજવશે.

 MHRIL દ્વારા 2030 સુધીમાં 5000થી 10,000 રૂમની વિસ્તરણ યોજનાઓના ભાગરૂપે દેશના કોઈપણ રાજ્યમાં થતું આ સૌથી મોટું રોકાણ થશે. દેવભૂમિ-ઉત્તરાખંડની આસ્થા અને તેના વિવિધ પ્રવાસના સ્થળો, જેમ કે- હરિદ્વાર અને ચાર ધામ જેવા ધાર્મિક સ્થળો, રાજાજી અને કોર્બેટ નેશનલ પાર્ક્સના વન્યજીવન, ઓલી ખાતે સ્કી ટુરિઝમ, ઋષિકેશમાં એડવેન્ચર ટુરિઝમ જેવા કેટલાક સ્થળો સમાવિષ્ટ છે.

દેશભરમાં ઉત્તરાખંડ એવુ રાજ્ય છે કે, જ્યાં જુદા-જુદા વયજૂથના લોકો માટે આકર્ષક પ્રવાસના સ્થળો ઉપસ્થિત છે. મહિન્દ્રા હોલિડેઝ આ તકનો લાભ લેવાના ઉદ્દેશ સાથે ઉત્તરાખંડમાં રોકાણ મારફત પોતાની ઉપસ્થિતિમાં બમણુ વિસ્તરણ કરવા માગે છે. હાલ, ક્લબ મહિન્દ્રા સાથે તે જિમ કોર્બેટ, મસૂરી, કાનાતાલ, અને બિનસારમાં રિસોર્ટનું સંચાલન કરે છે.

 MHRIL વિશ્વભરમાં 143 રિસોર્ટ ધરાવે છે. જેમાંથી 82 રિસોર્ટ ભારતમાં છે. જે 2,86,000થી વધુ સભ્યો ધરાવે છે. અગાઉ કંપનીએ કેરળમાં મુન્નાર, રાજસ્થાનમાં કુંભલગઢ, ઉત્તરાખંડમાં બિનસાર ખાતે હોલિડે રિસોર્ટ સ્થાપિત કર્યા હતા.

મહિન્દ્રા હોલિડેઝ 2040 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી હાંસિલ કરવાના હેતુ સાથે ટકાઉ ગ્રોથ મેળવવા પ્રતિબદ્ધ છે. ઉત્તરાખંડ ખાતે તેના તમામ નવા રિસોર્ટ નેટ ઝીરો એનર્જી, વોટર અને વેસ્ટમાં ચેમ્પિયન બનવાનો લક્ષ્યાંક ધરાવે છે. જે રાજ્યમાં ટકાઉ ટુરિઝમ માટે પ્રેરણાનો સ્રોત બનશે.

આ સમાચાર પણ વાંચો : AU Small Finance Bank: એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

કમાત્ર હોસ્પિટાલિટી ઓર્ગેનાઈઝેશન છે કે, જે એક્સપિરિયલ ફેમિલી હોલિડે સ્થાપિત કરે છે, અને તેણે પોતાની લીડરશીપનું અનુસરણ કરવા ઈન્ડસ્ટ્રીમાં અન્ય ઘણી કંપનીઓને પ્રેરણા આપી છે. ક્લબ મહિન્દ્રા આંતર-પેઢીઓ માટે એક રજાનો માહોલ ઉભો કરવા માટે જાણીતી છે. જે જુદી-જુદી એક્ટિવિટી મારફત ત્રણ-ચાર પેઢીઓના સંબંધને વધુ ગાઢ બનાવી જીવનભરની યાદગાર પળો આપે છે.

મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ ઈન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર કવિન્દર સિંહે જણાવ્યું હતું કે, ”પર્યટન ઉદ્યોગ માટે ઉત્તરાખંડ સરકારનુ વિઝન અને ભાવિ યોજનાઓ અજોડ છે, કારણ કે તેનો ઉદ્દેશ્ય રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટ પહેલ અને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સેવાઓ મારફત પ્રવાસીઓ માટે પ્રવાસના સ્થળો, ક્લસ્ટર્સ, અને સર્કિટ ખાતે મૈત્રીપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાનો છે. માનનીય મુખ્યમંત્રીની આગેવાની હેઠળ આપવામાં આવેલ પ્રો-એક્ટિવ સમર્થન, મહેમાનો પ્રત્યેના આકર્ષણ, રાજ્યના લોકો અને મજબૂત પ્રવાસન નીતિથી પ્રોત્સાહિત થઈ અમે રાજ્યમાં અમારા સૌથી મોટા રોકાણ સાથે ઉત્તરાખંડ સરકાર સાથે ભાગીદારી કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમે ઉત્તરાખંડમાં વિશાળ તકો જોઈ રહ્યા છીએ અને અમારું આયોજિત રોકાણ માત્ર રાજ્યની ક્ષમતાઓ પ્રત્યે અમારો વિશ્વાસ જ નહીં પરંતુ તેના આર્થિક વિકાસમાં ફાળો આપવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. વધુમાં અમારા સભ્યોના વધતા જતા આધાર માટે યાદગાર વેકેશન અનુભવો પ્રદાન કરવા સક્ષમ બનાવે છે. હું ઉત્તરાખંડ સરકારનો તેના સમર્થન બદલ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.”

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version