Site icon

Mahindra Logistics : મહિન્દ્રા લોજિસ્ટિક્સ અને ફ્લિપકાર્ટે મિલાવ્યો હાથ, સંકલિત લાઇન હોલ સોલ્યુશન્સ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર.

Mahindra Logistics : મહિન્દ્રા લોજિસ્ટિક્સ ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હિકલ્સ સાથેનાં જોડાણમાં ફ્લિપકાર્ટ માટે 32 ફુટ સિંગલ એક્સલ હેવી કમર્શિયલ વ્હિકલ્સ ઓપરેટ કરશે

Mahindra Logistics Collaborates with Flipkart for Integrated Line Haul Solutions

Mahindra Logistics Collaborates with Flipkart for Integrated Line Haul Solutions

News Continuous Bureau | Mumbai 

Mahindra Logistics :  ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર્સમાંની એક મહિન્દ્રા લોજિસ્ટિક્સે આજે ઇન્ટીગ્રેટેડ લાઇન હોલ સોલ્યુશન્સ માટે ફ્લિપકાર્ટ સાથે જોડાણની જાહેરાત કરી છે, જે કામગીરીની ક્ષમતામાં વધારો કરશે અને નવીનીકરણ માટે બંને કંપનીની સહિયારી પ્રતિબધ્ધતાને પુનઃ મજબૂત કરશે.

Join Our WhatsApp Community

મહિન્દ્રા લોજિસ્ટિક્સ ફ્લિપકાર્ટની દેશવ્યાપી કામગીરી માટે હેવી કમર્શિયલ વ્હિકલ્સનો કાફલો પૂરો પાડશે, રૂટ મેનેજમેન્ટ અને નેટવર્ક કામગીરીમાં મદદ કરશે અને એડવાન્સ્ડ એનાલિટિક્સની કામગીરી કરશે. મહિન્દ્રા લોજિસ્ટિક્સ ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હિકલ્સ સાથેનાં જોડાણમાં ફ્લિપકાર્ટ માટે 32 ફુટ સિંગલ એક્સલ હેવી કમર્શિયલ વ્હિકલ્સ ઓપરેટ કરશે, જે દેશભરનાં વિવિધ રાષ્ટ્રીય માર્ગો પર દોડશે. સલામતી માટેની પ્રતિબધ્ધતાનાં ભાગ રૂપે તમામ વાહનોમાં એડવાન્સ્ડ ડ્રાઇવર-આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS), વિવિધ વાહન સલામતી અને ડ્રાઇવની સલામતી તથા સગવડતા અંગેનાં એડવાન્સ્ડ ફીચર્સ હશે.

મહિન્દ્રા લોજિસ્ટિક્સ દ્વારા વિક્સાવવામાં આવેલા વાહનના કાફલાથી ફ્લિપકાર્ટને હબ-ટુ-હબ ઓપરેશન્સ માટે ઇ-કોમર્સ પાર્સલની હેરફેરમાં સરળતા રહેશે. TATમાં સુધારો, સલામતીનાં ઉચ્ચ સ્તરો અને ફ્લિટ મેનેજમેન્ટ ભારતીય ઇ-કોમર્સ ઉદ્યોગમાં ઊંચા માપદંડો પ્રસ્થાપિત કરવાની ફ્લિપકાર્ટની પ્રતિબધ્ધતા પર ભાર મૂકે છે.

આ જોડાણ અંગે ટિપ્પણી કરતા એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રામપ્રવીણ સ્વામિનાથને જણાવ્યું હતું કે, “અમે ફ્લિપકાર્ટ સાથે જોડાણ કરતાં અને દેશભરમાં ડેડિકેટેડ લાઇન હોલ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ પૂરાં પાડતાં ખુશી અનુભવીએ છીએ. આ સોલ્યુશન્સ ફ્લિપકાર્ટ માટે અમારી વર્તમાન લાઇન હોલ ઓફરિંગ્સનું વિસ્તરણ કરે છે અને તેમને કામગીરીનો ખર્ચ ઘટાડવામાં અને સેવામાં સુધારો કરવામાં મદદ કરે છે. અમારા વ્યાપક ફ્લિટ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ્સ અને ડ્રાઇવર્સની સુખાકારી અને વૈવિધ્યતા સાથે સંકલનને કારણે ઓપરેશનલ ક્વોલિટીમાં ઊંચા ધોરણો પ્રસ્થાપિત કરી શકાશે.”

આ સમાચાર પણ વાંચો : Mumbai Crime : મુંબઈમાં એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા, ફ્લેટમાંથી મળી લોહીથી લથપથ લાશ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી આરોપીની ધરપકડ..

ફ્લિપકાર્ટે તેનાં લાઇન હોલ ઓપરેશન્સમાં કાર્યક્ષમતા અને સાતત્યતા વધારવા માટે પરિવર્તનનો પ્રારંભ કર્યો છે. મહિન્દ્રા લોજિસ્ટિક્સ સાથેનાં આ જોડાણથી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સમાં કંપનીની ક્ષમતાનો લાભ લેવામાં મદદ મળશે.

જોડાણ અંગે બોલતા ફ્લિપકાર્ટ ગ્રૂપના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ ઓફ સપ્લાય ચેઇન, કસ્ટમર એક્સપિરિયન્સ એન્ડ રિકોમર્સ હેમંત બદરીએ જણાવ્યું હતું કે, “ભારતનાં સ્થાનિક ઇ-કોમર્સ માર્કેટપ્લેસ તરીકે અમે હંમેશા માનીએ છીએ કે અમારી કામગીરી કાર્યમાં ઉત્કૃષ્ટતાથી આગળ જવી જોઇએ અને ભારતનાં વિશાળ સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને લાભ થવો જોઇએ. મહિદ્રા લોજિસ્ટિક્સ સાથેનું આ જોડાણથી અમારા લાંબા અંતરનાં કાર્યમાં વિશ્વસનિયતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. ડેડિકેટેડ ફ્લિટ મેનેજમેન્ટ, એક્સપર્ટ રૂટ મેનેજમેન્ટ અને એડવાન્સ્ડ એનાલિટિક્સથી લોડિંગ કોન્સોલિડેશન, રૂટ પ્લાનિંગથી કાર્યક્ષમ, ઝડપી અને સાતત્યપૂર્ણ ડિલિવરી થઈ શકશે.”

કનેક્ટેડ વ્હિકલ ટેકનોલોજીનાં ઇન્ટીગ્રેશનથી મહિન્દ્રા લોજિસ્ટિક્સ કન્ટ્રોલ ટાવર વાહનનાં કાફલાની કાર્યક્ષમતાનુ મોનિટરીંગ કરી શકશે. આ સુવિધાથી ટર્નએરાઉન્ડ ટાઇમ અને સર્વિસ ક્વોલિટી સુધરશે અને કુલ કામગીરી ખર્ચ તથા ગ્રાહક સેવાનાં સ્તરમાં સુધારો થશે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version