Site icon

મહિન્દ્રા લોજીસ્ટિક્સે તેની લાસ્ટ-માઇકલ ડિલિવરી માટે મહિલા ઇ-બાઇક રાઇડર્સની નિમણૂંક કરી

મુંબઇ, 13 જાન્યુઆરી, 2023: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ લોજીસ્ટિક્સ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીના એક મહિન્દ્રા લોજીસ્ટિક્સ લિમિટેડ (એમએએલ) તેના કર્મચારીઓમાં ડીઇઆઇ (વિવિધતા, સમાનતા અને સમાવેશક) માટે કટીબદ્ધ છે. એમએલએલએ સાચી સમાનતા હાંસલ કરવાના તેના પ્રયાસોમાં લાસ્ટ-માઇલ ડિલિવરી માટે મહિલા ઇ-બાઇક રાઇડર્સ સાથે ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી છે

Mahindra Logistics onboards women e-bike riders for last-mile deliveries

મહિન્દ્રા લોજીસ્ટિક્સે તેની લાસ્ટ-માઇકલ ડિલિવરી માટે મહિલા ઇ-બાઇક રાઇડર્સની નિમણૂંક કરી

News Continuous Bureau | Mumbai

મુંબઇ, 13 જાન્યુઆરી, 2023: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ લોજીસ્ટિક્સ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીના એક મહિન્દ્રા લોજીસ્ટિક્સ લિમિટેડ (એમએએલ) તેના કર્મચારીઓમાં ડીઇઆઇ (વિવિધતા, સમાનતા અને સમાવેશક) માટે કટીબદ્ધ છે. એમએલએલએ સાચી સમાનતા હાંસલ કરવાના તેના પ્રયાસોમાં લાસ્ટ-માઇલ ડિલિવરી માટે મહિલા ઇ-બાઇક રાઇડર્સ સાથે ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓના સશક્તિકરણ અને તમામ કામગીરીઓમાં તેમનો સમાવેશ સુનિશ્ચિત કરીને લોજીસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે. એમએલએલ બિન-પરંપરાગત લોજીસ્ટિક્સ ભૂમિકાઓમાં પણ મહિલાઓને સમાન તકો પ્રદાન કરીને તેમને આત્મનિર્ભર બનાવવા સાથે લોજીસ્ટિક્સ ઉદ્યોગમાં વિશેષ પ્રભાવ પાડવાનો ઉદ્દેશ્ય રાખે છે.

Join Our WhatsApp Community

આ ઉદ્દેશ્ય સાથે એમએલએલએ પહેલના પ્રથમ તબક્કામાં મુંબઇ, બેંગ્લોર અને નાગપુરમાં લાસ્ટ-માઇલ ડિલિવરી માટે કુલ 11 મહિલા રાઇડર્સની નિમણૂંક કરી છે. પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહિન્દ્રા લોજીસ્ટિક્સ આ પહેલ માટે મજબૂત અમલીકરણ માટે સક્રિયતાથી કામ કરી રહ્યું છે. વધુમાં કંપની ઇ-બાઇક્સને સુરક્ષિત ચલાવવી, લાસ્ટ-માઇલ ડિલિવરીનું સંચાલન અને સોફ્ટ સ્કિલ્સ માટે મહિલા ઉમેદવારોને વ્યાપક તાલીમ પણ આપી રહી છે.

જીપીએસ ટ્રેકિંગથી સંકલિત વાહનોની તૈનાતી દ્વારા સંસ્થા મહિલા ડ્રાઇવર્સની સુરક્ષા માટે સજાગ છે, જેનાથી એમએલએલ નિયુક્ત રૂટ ઉપર લાંબા સમય સુધી રોકાવાની અથવા ડાયવર્ઝન સંબંધિત કોઇપણ બાબતનો ઉકેલ લાવવા સક્ષમ બને છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં વર્ષે 3.4 મિલયન ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે, જેમાંથી ફક્ત 30 ટકા જ રિસાયકલ કરવામાં આવે છે

આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં મહિન્દ્રા લોજીસ્ટિક્સના એમડી અને સીઇઓ રામપ્રવીન સ્વામીનાથને કહ્યું હતું કે, “અમારા કર્મચારીઓમાં સમાનતા અને વિવિધતાને પ્રોત્સાહન આપવાની અમારી કટીબદ્ધતાના ભાગરૂપે અમે લાસ્ટ-માઇલ ડિલિવરી માટે મહિલા ઇ-બાઇક ડ્રાઇવર્સની નિમણૂંક કરીતાં ખુશ છીએ. અમારું માનવું છે કે સમાનત તકો વધુ રચનાત્મક અને સફળ કાર્યસ્થળ બનાવે છે તથા અમને ગર્વ છે કે અમે પ્રગતિશીલ પહેલ કરવામાં અગ્રેસર છીએ, જે લોજીસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીને પરિવર્તન માટે સક્ષમ કરે છે. અમારા વિસ્તરણની યોજના હેઠળ વધુ મહિલા ડ્રાઇવર્સની નિમણૂંક, ફ્લીટ ઓનર્સ અને ટ્રાન્સપોર્ટર્સ ઉપર એમએલએલનું વિશેષ ધ્યાન રહેશે. . અમારા વ્યાપક રાઇઝ હેતુ માટે પ્રતિબદ્ધ છીએ તેમજ અમે અમારી સંસ્થામાં મહિલાઓ માટે એવો માહોલ તૈયાર કરવા કાર્યરત છીએ કે જ્યાં તેઓ વિકાસ કરી શકે તથા તેમના વિશિષ્ટ કૌશલ્યો અને દ્રષ્ટિકોણનું યોગદાન આપી શકે.”

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version