ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઓક્ટોબર, 2021
ગુરુવાર
વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજાર સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે.
બુધવારની જેમ આજે પણ સેન્સેક્સમાં એક નવી ઊંચાઈ પર ખુલ્યો છે. BSE ના 30 સ્ટોક વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 351 પોઈન્ટના ઉછાળા સાથે 61088 ના સ્તર પર ખુલ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ પણ નવા રેકોર્ડ સાથે વેપાર શરૂ કર્યો.આજે નિફ્ટી 18,272.85 ના સ્તર પર ખુલ્યો છે.
આ મહિને અત્યાર સુધી સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ ઊંચો ગયો છે.
વેપાર દરમિયાન, આઇટી શેરોમાં સૌથી વધુ તેજીનું વલણ છે. ઇન્ફોસિસ, HDFC બેન્ક, L&T, SBI, ITC, રિલાયન્સ, HDFC અને HULના કારણે માર્કેટને ઝડપી ટેકો મળ્યો છે.
જોકે, ઇન્ડસઇન્ડ બેન્ક, M&M, TCS, બજાજ ફાઇનાન્સ, Schl ટેક, ભારતીય એરટેલના શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
