Site icon News Continuous Bureau | Mumbai

Market Wrap : દિવાળી પહેલા જ ભારતીય શેરબજારમાં ધૂમ, સેન્સેક્સ 600 અંક સાથે થયો બંધ.. રોકાણકારોની થઈ ગઈ ચાંદી જ ચાંદી..

Market Wrap : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. સોમવારે, BSE સેન્સેક્સ 594.91 (0.92%) પોઈન્ટના વધારા સાથે 64,958.69 પર બંધ થયો જ્યારે નિફ્ટી 181.16 (0.94%) પોઈન્ટના વધારા સાથે 19,411.75 પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન, આઇનોક્સ વિન્ડના શેરમાં 11 ટકા જ્યારે જેકે સિમેન્ટના શેરમાં આઠ ટકાનો વધારો થયો હતો.

Market Wrap Nifty above 19,400, Sensex up 595 pts; mid, smallcaps shine, PSU Banks drag

Market Wrap Nifty above 19,400, Sensex up 595 pts; mid, smallcaps shine, PSU Banks drag

News Continuous Bureau | Mumbai

Market Wrap : આ કારોબારી સપ્તાહના અંતે ધનતેરસ અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દરમિયાન આજે, આ તહેવારોના સપ્તાહની બજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. રોકાણકારોની ( investors ) જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં ( Indian stock market ) અદભૂત તેજી જોવા મળી છે અને સેન્સેક્સ ( Sensex ) 595 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. બજારમાં આ વધારો બેન્કિંગ, એનર્જી અને આઈટી શેરોમાં ( IT stocks ) ખરીદીને કારણે થયો છે.

Join Our WhatsApp Channel

શાનદાર તેજી સાથે બંધ થયું માર્કેટ

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 595 પોઈન્ટના ઉછાળા સાથે 64,959 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ( nifty ) 181 પોઈન્ટના ઉછાળા સાથે 19,412 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે .

આ છે ક્ષેત્રની સ્થિતિ

આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બેન્ક નિફ્ટી 301 પોઈન્ટના ઉછાળા સાથે 43,619 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે આજના કારોબારમાં માત્ર PSU બેંકોના શેરોના ઈન્ડેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોના ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે ઈન્ડેક્સ ફરીથી વધારા સાથે બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે અને 4 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 44 શૅર ઉછાળા સાથે અને 6 ઘટાડાની સાથે બંધ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : Deepfake Video: અભિનેત્રી રશ્મિકાના ‘ડીપફેક’ વીડિયો મુદ્દે મોદી સરકાર આકરા પાણીએ, હવે આ IT નિયમો હેઠળ થશે કાર્યવાહી..

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો વધારો

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 318.17 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 315.17 લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Exit mobile version