Site icon

Market Wrap : ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બજાર લપસ્યું; સેન્સેક્સ 377 પોઈન્ટ, નિફ્ટીમાં 20950નો કડાકો..

Market Wrap : શેરબજારમાં સપ્તાહનો બીજો વેપારી બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ ઘટ્યો હતો. બજારમાં ઉપલા સ્તરોથી મજબૂત પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકો નવી ઑલ ટાઈમ હાઈ ઈન્ટ્રાડે બનાવવા છતાં દિવસના નીચા સ્તરે બંધ રહ્યા હતા.

Market Wrap Sensex sheds 400 pts; Nifty below 21,000

Market Wrap Sensex sheds 400 pts; Nifty below 21,000

 News Continuous Bureau | Mumbai

Market Wrap : કારોબારી સપ્તાહનું બીજું સત્ર એટલે કે આજનું ટ્રેડિંગ સેશન ( Trading session ) ભારતીય શેરબજાર ( Indian stock market ) માટે નિરાશાજનક સાબિત થયું છે. છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનમાં બજારમાં જે તેજી ચાલી રહી હતી તેના પર આજે બ્રેક લાગી છે. રોકાણકારો ( Investors ) દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.સાથે જ બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં ( stocks ) પણ ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

માર્કેટની સ્થિતિ

આજે BSE સેન્સેક્સ 377 પોઈન્ટ ઘટીને 69,551 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 20,906 પોઈન્ટ પર બંધ થયો છે.

ક્ષેત્રની સ્થિતિ

આજના કારોબારમાં મેટલ્સ, મીડિયા અને જાહેર ક્ષેત્રની બેન્કોના સૂચકાંકોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.. જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદારીથી ઈન્ડેક્સ વધારા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 19 વધ્યા અને 31 નુકસાન સાથે બંધ થયા.

આ સમાચાર પણ વાંચો : Delhi Metro Girl Suicide: મેટ્રો સ્ટેશનના પાટા પરથી કૂદવા જઈ રહી હતી યુવતી, પોલીસે આ રીતે બચાવી લીધી, જુઓ વીડિયો..

માર્કેટ કેપમાં ઘટાડો

માર્કેટમાં વેચવાલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ. 350 લાખ કરોડથી નીચે સરકી ગયું છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 349.80 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 351.11 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. 1.31 લાખ કરોડનો ઘટાડો થયો છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version