મહારાષ્ટ્રમાં કોરોનાની અસર ને કારણે રિયલ એસ્ટેટ વેપાર પૂરી રીતે પડી ભાંગ્યો હતો.આ વેપાર ભાંગી પડવાને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેમજ બિલ્ડર અને દૈનિક રોજગારી મેળવતી વ્યક્તિઓએ પણ નોકરી ગુમાવી હતી.એવામાં રિયલ એસ્ટેટ અને ફરી વેગવંતુ બનાવવા મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટી પાંચ ટકાથી ઘટાડીને ૨ બે ટકા કરી નાખી હતી.જેને કારણે રિયલ એસ્ટેટ ઝપાટાભેર આગળ વધ્યું,અને સરકારને કરોડો રૂપિયાની કમાણી થઈ.સાથે જ બિલ્ડરોને પણ ઘણો આર્થિક લાભ થયો હતો.
આ પરિપેક્ષમાં એમ સી એચ આઈ એ સ્ટેમ્પ ડયુટી ભરવાની મુદત, જે ૩૧ માર્ચ ૨૦૨૧સુધીની હતી. તેને વધારીને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કરવાની માંગણી કરી છે. એમ સી એચ આઈ ના અધ્યક્ષ નું માનવું છે કે, છેલ્લા છ મહિનામાં પ્રોપર્ટી ખરીદનારની સંખ્યામાં વિક્રમજનક વધારો નોંધાયો છે. માટે જ જો સ્ટેમ્પ ડ્યુટીની મુદત વધારવામાં આવે તો આ પ્રોપર્ટી ખરીદનાર ને રાહત થશે.
