ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
મેડકાર્ટના સહ-સ્થાપક પરાશરન ચારીએ જણાવ્યું હતું કે, આ ફન્ડિંગ અમારા ગ્રાહકોને નિર્બાધ ઓમની ચેનલનો અનુભવ પૂરો પાડવા માટે જરૂરી આંતર માળખાંને મજબૂત બનાવવાનું ચાલું રાખવામાં અમને મદદરૂપ થશે. અમે યુનિકૉર્નનો દરજ્જાે ત્યારે જ હાંસલ કરી શકીશું જ્યારે અમે અમારા ગ્રાહકોને તેમના તબીબી ખર્ચાઓમાં ૧ બિલિયન યુએસ ડૉલરની બચત કરવામાં મદદરૂપ થઈ શકીશું.ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી રીટેઇલ ચેઇન પૈકીની એક અમદાવાદની મેડકાર્ટ ફાર્મસીએ સીરીઝ-છ રાઉન્ડમાં રૂ. ૪૦ કરોડ એકત્રિત કર્યા છે. અલ્કેમી ગ્રોથ કેપિટલ અને ઇન્સિટોર પાર્ટનર્સે આ ફન્ડિંગના રાઉન્ડની સહ-આગેવાની કરી હતી, જેમાં પ્રશાંત પોદ્દાર અને યુએઈના અન્ય વ્યાવસાયિકો તથા આઇઆઇએફએલ એસેટ મેનેજમેન્ટના ભૂતપૂર્વ સીઇઓ સહિતના એન્જેલ ઇન્વેસ્ટરોએ ભાગ લીધો હતો. અંકુર અગ્રવાલ અને પરાશરન ચારી દ્વારા ૨૦૧૪માં સ્થપાયેલ મેડકાર્ટ ડબ્લ્યુએચઓ જીએમપી દ્વારા પ્રમાણિત જેનેરિક દવાઓ બનાવે છે, જે તેના ૭૫થી વધુ સ્ટોરના નેટવર્ક પર ઉપલબ્ધ છે. મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે જણાવ્યું કે, હાલમાં અમારું નેટવર્ક મુખ્યત્વે ગુજરાતમાં જ છે. ૧ સ્ટોર મુંબઈ અને ૪ સ્ટોર્સ જયપુરમાં છે. હવે અમે અમારું નેટવર્ક વધારવા માગીએ છીએ. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં અમારા સ્ટોર્સની સંખ્યા ૨૫૦ થઈ જાય તેવો અમારો ટાર્ગેટ છે. અમે જે ફંડ મેળવ્યું છે તેનો ઉપયોગ આ માટે જ થશે. અંકુર અગ્રવાલે કહ્યું કે, આ કંપનીની ૮૦%થી વધુ આવક રીપીટ બિઝનેસમાંથી આવતી હોવાથી તે સૌથી વધુ રીપીટ રેવન્યૂ પ્રોફાઇલ ધરાવે છે. આ કંપનીએ અત્યાર સુધીમાં મજબૂત પુરવઠા શ્રૃંખલાનું નિર્માણ કરવા પર અને ગ્રાહકોને થતી અંતિમ ડીલિવરીને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. મેડકાર્ટ દવાઓ પાછળ થતાં ખર્ચને ૮૫% જેટલો ઘટાડે છે અને તેણે અત્યાર સુધીમાં તેના ગ્રાહકોના ૨૦૦ કરોડ રૂપિયાની બચત કરી છે તથા હવે તે લાંબા સમયથી બીમાર ૬ લાખથી વધુ દર્દીઓનો ક્લાઈન્ટ બેઝ ધરાવે છે.