News Continuous Bureau | Mumbai
Devyani International Sapphire Foods Merger ભારતમાં ફાસ્ટ ફૂડ ક્ષેત્રે એક ઐતિહાસિક સોદો થયો છે. દેવયાની ઇન્ટરનેશનલ અને સેફાયર ફૂડ્સ ઇન્ડિયાએ મર્જર દ્વારા એક થવાની જાહેરાત કરી છે. આ જોડાણ બાદ નવી કંપની પાસે ભારત અને વિદેશમાં થઈને કુલ 3,000 થી વધુ આઉટલેટ્સ હશે. આ મર્જર પ્રક્રિયા 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવવાની શક્યતા છે, જે હાલમાં રેગ્યુલેટરી મંજૂરીઓને આધીન છે. આ ડીલ હેઠળ દેવયાની ઇન્ટરનેશનલ હૈદરાબાદમાં કાર્યરત 19 KFC રેસ્ટોરન્ટ્સ પણ હસ્તગત કરશે.
શેર સ્વેપ રેશિયો
મર્જરના પ્લાન મુજબ, સેફાયર ફૂડ્સના શેરધારકોને તેમના દરેક 100 શેર (ફેસ વેલ્યુ ₹2) સામે દેવયાની ઇન્ટરનેશનલના 177 શેર (ફેસ વેલ્યુ ₹1) આપવામાં આવશે. આ જાહેરાત બાદ આજે શેરબજારમાં બંને કંપનીઓના શેરમાં ભારે હલચલ જોવા મળી હતી.
શેરબજાર પર અસર
આજે સવારના ટ્રેડિંગ સત્રમાં:
દેવયાની ઇન્ટરનેશનલ: શેરનો ભાવ અંદાજે 3.64% થી 8% સુધી ઉછળીને ₹152.80 ની આસપાસ પહોંચ્યો હતો.
સેફાયર ફૂડ્સ ઇન્ડિયા: રોકાણકારોના રિએક્શનને કારણે શેરનો ભાવ શરૂઆતમાં 3.33% થી 6% જેટલો ગગડીને ₹253.95 ના સ્તરે જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Magh Mela 2026: આવતીકાલથી પ્રયાગરાજમાં ‘માઘ મેળો’ શરૂ: સંગમ સ્નાન માટે નોંધી લો આ 6 મુખ્ય તારીખો; જાણો મોક્ષ પ્રાપ્તિ માટેનું શુભ મુહૂર્ત.
મર્જરથી થનારા ફાયદા
કંપનીઓના જણાવ્યા મુજબ, આ મર્જરથી વાર્ષિક અંદાજે ₹210 થી ₹225 કરોડની બચત (Synergies) થશે. સપ્લાય ચેઈન મજબૂત બનશે અને કોર્પોરેટ ખર્ચમાં ઘટાડો થશે. આ જોડાણ બાદ પ્રમોટર ગ્રુપનો હિસ્સો 47.83% અને પબ્લિક શેરહોલ્ડિંગ 52.17% રહેવાની ધારણા છે.આ જોડાણ બાદ નવી કંપની ભારતની સૌથી મોટી ફૂડ ચેઈન બની જશે, જેની પાસે KFC, Pizza Hut અને Costa Coffee જેવા લોકપ્રિય બ્રાન્ડ્સના ૩,૦૦૦ થી વધુ સ્ટોર્સનું વિશાળ નેટવર્ક હશે. આ મર્જરથી બંને કંપનીઓને સંચાલન ખર્ચમાં મોટી રાહત મળશે અને વાર્ષિક અંદાજે ₹૨૧૦ થી ₹૨૨૫ કરોડ જેટલી માતબર રકમની બચત થવાની અપેક્ષા છે.
