News Continuous Bureau | Mumbai
વિશ્વ વિખ્યાત સોશિયલ મીડિયા કંપની મેટા(Meta) દ્વારા તેના મુખ્ય કાર્યકારી અધિકારી ૫૫ લાખ રૂપિયા ખર્ચી રહી છે. એક રિપોર્ટમાં તે અંગે ખુલાસો થયો છે.
મેટા(Meta) દ્વારા કરવામાં આવેલ એક ફાઈલિંગ અનુસાર ઝકરબર્ગ(Mark Zuckerberg)ના ઘર અને વ્યક્તિગત પ્રવાસ પર મેટાએ ૨૦૨૧માં ૧.૫૨ કરોડ ડૉલર (લગભગ ૧૧૬ કરોડ રૂપિયા) થી વધુ ખર્ચ કર્યો. તેમાં ઝકરબર્ગની સાથે તેમના પરિવારની સુરક્ષા માટે ભથ્થાના રૂપમાં અપાયેલા ૧ કરોડ ડૉલર (અંદાજે ૭૬ કરોડ રૂપિયા) અને ખાનગી પ્રવાસ માટે ખાનગી વિમાનના ઉપયોગ માટે ૧૬ લાખ ડૉલર (અંદાજે ૧૨.૨ કરોડ રૂપિયા) નો ખર્ચ સામેલ નથી. દરેક ખર્ચને ગણતા ઝકરબર્ગ અને તેમના પરિવારની સુરક્ષાનો ખર્ચ ૨.૬૮ કરોડ ડૉલર (અંદાજે ૨૦૪ કરોડ રૂપિયા) રહ્યો, જે વર્ષ ૨૦૨૦ની તુલનાએ ૬% વધુ છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વની સૌથી મોટી સીમેન્ટ ઉત્પાદક કંપની ભારતમાંથી વિદાય લેશે. એક સમયે તેના એક શેરની કિંમત 12000 રૂપિયા હતી. જાણો વિગતે
ઝકરબર્ગ પાછળનો સુરક્ષા ખર્ચ ટેક ઇન્ડસ્ટ્રીના બીજા સીઇઓની તુલનામાં અનેક ગણો વધારે છે. એમેઝોનના ચેરમેન જેફ બેઝોસની સુરક્ષામાં ગત વર્ષે ૧૬ લાખ ડૉલર (અંદાજે ૧૨.૨ કરોડ રૂપિયા) ખર્ચાયા. અર્થાત્ ઝકરબર્ગથી ૧૭ ગણો ઓછો ખર્ચ. ટેસ્લા ઇન્કના સીઇઓ ઇલન મસ્કના સુરક્ષા ખર્ચનો ખુલાસો નથી થયો.
ઝકરબર્ગની સુરક્ષા વ્યવસ્થા કંપની મેટા કરે છે, કારણ કે ઝકરબર્ગ માત્ર ૧ ડૉલરનું વેતન લે છે. મેટા વર્ષ ૨૦૧૩થી સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. તેમાં તેમના ઘર અને પ્રવાસ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા પણ સામેલ છે. ૨૦૧૩માં કંપનીએ અંદાજે ૨૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો, જે હવે ૮ ગણો વધ્યો છે
