Site icon

GST: મધ્યમ વર્ગ બન્યો રાજા, ‘જીએસટી 2.0’ થી આ વસ્તુઓ થઇ સસ્તી, જાણો ક્યારથી અમલ માં આવશે નવા દર

GST: જીએસટી પરિષદે સામાન્ય નાગરિકો માટે ઘરવપરાશની વસ્તુઓ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પરના દરોમાં ભારે ઘટાડો કરીને એક મોટી રાહત આપી છે. આ નિર્ણય મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા બચશે જે અર્થતંત્રને વેગ આપશે.

GST મધ્યમ વર્ગ બન્યો રાજા, 'જીએસટી 2.0' થી આ વસ્તુઓ થઇ સસ્તી

GST મધ્યમ વર્ગ બન્યો રાજા, 'જીએસટી 2.0' થી આ વસ્તુઓ થઇ સસ્તી

News Continuous Bureau | Mumbai 

GST નવરાત્રિ અને દિવાળી પહેલાં, નાણાં મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની બેઠકે દેશના કરોડો મધ્યમ વર્ગના પરિવારોને મોટી ભેટ આપી છે. અત્યાર સુધીની જટિલ પરોક્ષ કર પ્રણાલીમાં મોટા ફેરફારો કરીને, જીએસટીના દર ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારોથી હવે ખાણી-પીણીની વસ્તુઓ, રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ટીવી, એસી જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સસ્તા થશે. જીએસટીમાં આ ફેરફારોથી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં રહેશે, જેનાથી ઘરનું બજેટ સરળ બનશે અને વપરાશને વેગ મળશે. આ નવા દરો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

Join Our WhatsApp Community

બે મુખ્ય ટેક્સ સ્લેબ અને અન્ય લાભો

નવા નિયમો અનુસાર, હવે જીએસટીમાં માત્ર બે મુખ્ય ટેક્સ સ્લેબ હશે – 5% અને 18%. અગાઉના 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. જોકે, તમાકુ, પાન મસાલા અને લક્ઝરી ચીજવસ્તુઓ પર 40% નો ઊંચો ટેક્સ લાગુ રહેશે. આ ફેરફારનો હેતુ સ્પષ્ટ છે: મધ્યમ વર્ગને આર્થિક રાહત આપવી, જેઓ દેશના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ છે. આનાથી તહેવારોની સિઝનમાં ખરીદી વધશે અને સ્થાનિક બજારને બળ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફેરફારોને ‘સામાન્ય માણસ માટે જીવન સરળ બનાવવાના’ હેતુથી કરાયેલા સુધારા ગણાવ્યા છે.

કઈ વસ્તુઓ સસ્તી થશે?

રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ હવે સસ્તી થશે. રેડીમેડ ફ્રોઝન પરાઠા, રોટલી, ખાખરા અને પનીર જેવી વસ્તુઓને જીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. બટર, ઘી, જામ, સોસ અને પ્રી-પેક્ડ નમકીન પરના દરો 12-18% થી ઘટીને 5% થયા છે. તેવી જ રીતે, પાસ્તા, કોર્નફ્લેક્સ, બિસ્કિટ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ પણ હવે માત્ર 5% ના ટેક્સ હેઠળ આવશે. પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી કે હેર ઓઇલ, ટૂથપેસ્ટ, શેમ્પૂ અને સાબુ પર પણ ટેક્સ 18% થી ઘટીને 5% થયો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro: મુંબઈ મેટ્રો લાઇન 11ના પ્રોજેક્ટને મળી કેબિનેટની મંજૂરી, આ માટે સરકાર ચુકવશે આટલા કરોડ રૂપિયા

મોટા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પણ સસ્તા

તહેવારોની સિઝનમાં લોકો મોટી ખરીદી કરતા હોય છે. આને ધ્યાનમાં રાખીને, એસી, મોટા ટીવી, રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન જેવા ઉત્પાદનો પરનો ટેક્સ 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર પણ જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે, જેનાથી વીમા કવરેજ વધુ સસ્તું અને સુલભ બનશે. 350 સીસી સુધીની નાની કાર અને બાઈક પણ સસ્તી થશે, કારણ કે તેના પરનો ટેક્સ 28% થી ઘટીને 18% કરવામાં આવ્યો છે. આ સુધારાઓ દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version