Site icon

દેશમાં એક-બે નહીં પણ 40 હજાર કંપનીઓને લાગશે તાળા- કેન્દ્ર સરકારનો આ એક વાત પર પિત્તો ગયો અને લીધો મોટો નિર્ણય

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકાર (Central Govt) છેતરપિંડી રોકવા(Prevent fraud) માટે એક મોટી યોજનાની તૈયાર કરી રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે નિષ્ક્રિય કંપનીઓ(Defunct companies) સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. સરકારના ટાર્ગેટ પર એક-બે નહીં પણ એવી કુલ 40 હજાર કંપનીઓ છે, જે રડારમાં આવવાની છે. હકીકતમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયે(Ministry of Corporate Affairs) 40 હજારથી વધુ કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ (Registration cancelled) કરવાનો નિર્ણય લીધો છે. આમાંની મોટાભાગની કંપનીઓ દિલ્હી અને હરિયાણામાં નોંધાયેલી છે. આ બંને રાજ્યોમાં 7500થી વધુ નિષ્ક્રિય કંપનીઓ નોંધાયેલી છે.

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ કોર્પોરેટ મંત્રાલયે(Corporate Ministry) એવી કંપનીઓને છટણી કરી છે જેમનો બિઝનેસ 6 મહિનાથી બંધ છે. આવી કંપનીઓના લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, કેસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ અંડરકવર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સંભાવના છે.

 આ સમાચાર પણ વાંચો:  તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા

રિપોર્ટ અનુસાર, આ કંપનીઓનો ઉપયોગ ખોટી રીતે વિદેશમાં પૈસા મોકલવા માટે કરવામાં આવે છે. એટલે કે આ કંપનીઓમાં કાળું નાણું મોટા પ્રમાણમાં વપરાય છે. ઉલ્લેખનીય છે કે, સરકાર સતત આવી કંપનીઓની ઓળખ કરીને કાર્યવાહી કરે છે. ગયા વર્ષે પણ આવી જ હજારો કંપનીઓને બંધ કરવામાં આવી હતી.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં લગભગ 23 લાખ કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી માત્ર 14 લાખ કંપનીઓ જ કામ કરી રહી છે. આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં લગભગ અધધ 8 લાખ કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version