ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
ભારત દેશમાં કુલ મળીને 14 લાખ 20 હજાર લોકોએ પોતાનો મોબાઇલ નંબર સરન્ડર કરી દીધો છે. આનો અર્થ એ થાય છે કે અંદાજે સાડા 14 લાખ લોકો હવે મોબાઈલ નંબર નથી વાપરી રહ્યા.
દિલ્હીમાં 2,52,000 હરિયાણામાં 3,55,000 કર્ણાટકમાં 1,13,000 મધ્યપ્રદેશ માં 12 લાખ દસ હજાર, મુંબઈ શહેરમાં 6,28,000 પંજાબ માં13,04,000 જ્યારે કે તમિલનાડુમાં 27 હજાર લોકોએ પોતાનો મોબાઇલ નંબર સરન્ડર કરી નાખ્યો છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં છ લાખ જેટલા લોકોએ મોબાઈલ નંબર બંધ કરી નાખ્યો છે.
આમ ભારત દેશમાં મંદીનો અસર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે જ્યાં પોતાના પૈસા બચાવવા માટે લોકો મોબાઈલ નંબરને રિટર્ન કરી રહ્યા છે
