Site icon News Continuous Bureau | Mumbai

DTHની છત્રી પર બેસેલો વાંદરો તમને જીતાડી શકે છે… કેપ્શન આપો અને જીતો ‘મહિન્દ્રાની કાર’

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓક્ટોબર 2020

આનંદ મહિન્દ્રા ટ્વિટર પર કેટલા સક્રિય છે અને તે કેટલી સર્જનાત્મક વસ્તુઓ લાવે છે તે બધા જાણે છે, પરંતુ તેની કેપ્શન સ્પર્ધાએ સર્જનાત્મકતાને એક બીજા લેવલે પહોંચાડી દીધી છે. તેઓ એક ફોટો મૂકે છે અને કેપ્શન સ્પર્ધા કરાવે છે. આમાં તેઓ હિન્દી અને અંગ્રેજીમાં કેપ્શન આપનારા વિજેતાની પસંદગી કરે છે. ત્યારબાદ આ વિજેતાઓને મહિન્દ્રાની સ્કેલ મોડેલ કાર મળે છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ એક તસવીર શેર કરી છે, જેમાં એક વાંદરો ડીટીએચ છત્રી પર બેઠો છે. આ ફોટા પર, તેમણે લોકો પાસે કેપ્શન માંગી છે. 

આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વિટમાં સ્પષ્ટ લખ્યું છે કે વિજેતાને સ્કેલ મોડેલ કાર મળશે. સ્કેલ મોડેલ એટલે કે રમકડા જેવી નાનકડી કાર. આ કાર એક રમકડાની જેમ નહીં પણ બરાબર વાસ્તવિક કાર જેવી છે. એટલે કે, આ સ્કેલનું મોડેલ ખૂબ બારીકાઈથી બનાવવામાં આવે છે, જે મૂળ કારની એક નકલ હોય છે. આનો અર્થ એ કે કેપ્શન વિજેતાને લાખોની કાર નહીં મળે, ફક્ત સ્કેલ મોડેલ, જેની કિંમત થોડા હજાર છે. હા, લોકોમાં એક ક્રેઝ છે કે તે મહિન્દ્રા આપશે.

આનંદ મહિન્દ્રા પહેલા પણ આવા ક્રિએટિવ ફોટા મૂકી ચૂક્યા છે. લોકડાઉનના થોડા દિવસો પહેલા 15 માર્ચે તેમણે એક તસવીર શેર કરી હતી, જેમાં રેકડી પર ઘર જેવો આકાર જોવા મળ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સાયકલ પર ઘરે ઉપાડીને જઇ રહ્યું હોય. ઉલ્લેખનીય છે કે આજ ના ફોટાના કેપ્શન માટે આશરે 42.5K લોકોએ જવાબ આપ્યો છે. જ્યારે 6.7K લોકોએ તેને રીટ્વીટ કરી છે. સાથે જ આશરે 28K લોકોએ આ ટ્વીટને લાઈક કરી છે.

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version