News Continuous Bureau | Mumbai
Most Expensive Cities: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ( Mumbai ) સૌથી મોંઘા શહેર તરીકે ટોચના સ્થાને છે. મુંબઈએ દિલ્હી જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. એશિયામાં મુંબઈ પ્રથમ સ્થાને અને દિલ્હી ( Delhi ) બીજા સ્થાને છે. ખર્ચ અને રહેવાની કિંમત બંનેની દ્રષ્ટિએ તે અહીંનું સૌથી મોંઘું શહેર છે. રેન્કિંગમાં મુંબઈ છ સ્થાને ચઢ્યું છે, જ્યારે દિલ્હી બે સ્થાન આગળ વધ્યું છે.
મર્સર સર્વે 2024ના ( Mercer Survey 2024 ) કોસ્ટ ઓફ લિવિંગના રિપોર્ટ અનુસાર, મુંબઈ હવે સ્થળાંતર કરનારાઓ ( Migrants ) માટે એશિયામાં 21મા ક્રમે આવતુ મોઘુ શહેરમાંનું એક છે, જ્યારે સર્વેક્ષણ કરાયેલા સ્થળોમાં દિલ્હી 30મા ક્રમે છે. મર્સરના ઈન્ડિયા રિપોર્ટ અનુસાર, વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ હાલ ભારત મોટાભાગે મજબૂત સ્થિતિમાં છે. ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સર્વે અનુસાર, રોજગાર વૃદ્ધિ, વિસ્તરતો મધ્યમ વર્ગ અને એકંદર આર્થિક વૃદ્ધિ ( Economic Growth ) જેવા પરિબળોએ દેશમાં જીવનનિર્વાહના ખર્ચને અસર કરી છે.
Most Expensive Cities: હોંગકોંગ ફરી એકવાર રહેવા માટે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં ટોચ પર છે.
મુંબઈ અને દિલ્હી ભારતના સૌથી મોંઘા શહેરો હોવા છતાં, તેઓ વિશ્વના 30 સૌથી મોંઘા શહેરોમાં પણ આવતા નથી. હોંગકોંગ ફરી એકવાર રહેવા માટે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં ટોચ પર છે.
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi : પીએમ મોદી આ તારીખે ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત કરશે
મર્સરના 2024ના કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ ( Cost of Living Report ) અનુસાર, વૈશ્વિક યાદીમાં 11 સ્થાનની છલાંગ લગાવીને 136માં સ્થાને પહોંચ્યું છે, જ્યારે દિલ્હી 4 સ્થાન ચઢીને 164માં સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ ચેન્નાઈ પાંચ સ્થાન નીચે 189માં, બેંગલુરુ છ સ્થાન નીચે 195માં અને હૈદરાબાદ 202માં સ્થાને યથાવત છે. પૂણે આઠ સ્થાન આગળ વધીને 205માં સ્થાને અને કોલકાતા ચાર સ્થાન આગળ વધીને 207માં સ્થાને પહોંચી ગયું છે.
રિપોર્ટ મુજબ વિશ્વના 30 સૌથી મોંઘા શહેરો
- હોંગકોંગ
- સિંગાપોર
- ઝુરિચ
- જિનીવા
- બેસલ
- બર્ન
- ન્યૂ યોર્ક
- લંડન
- નાસાઉ
- લોસ એન્જલસ
- કોપનહેગન
- હોનોલુલુ
- સાન ફ્રાન્સિસ્કો
- બાંગુઈ
- દુબઈ
- તેલ અવીવ
- મિયામી
- જિતૂબી
- બોસ્ટન
- શિકાગો
- નદજામેના
- વોશિંગ્ટન ડીસી
- શાંઘાઈ
- વિયેના
- બેઇજિંગ
- કોનાક્રી
- અટલાંટા
- સિએટલ
- પેરિસ
- એમ્સ્ટર્ડમ