Site icon

વિશ્વના પહેલા 200MP કેમેરા ફોન પર રૂપિયા 18 હજાર 900નું ડિસ્કાઉન્ટ- જાણો છેલ્લી તકની તમામ વિગતો

News Continuous Bureau | Mumbai

 ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ(Flipkart Big Billion Days) સેલ(Sale) ચાલુ છે અને તે આજે રાત્રે 12 વાગ્યે સમાપ્ત થશે. આ સેલ દરમિયાન દુનિયાનો પહેલો 200 મેગાપિક્સલ કેમેરા ફોન(Megapixel camera phone) MOTOROLA Edge 30 Ultra લિસ્ટ થયો છે. સાથે જ આ મોબાઈલ પર 18900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ મોબાઈલમાં 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ(Internal storage) છે. આમાં 60 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં Snapdragon Snapdragon 8 Plus Gen 1 પ્રોસેસરનું લેટેસ્ટ ફ્લેગશિપ પ્રોસેસરનો(latest flagship processor) ઉપયોગ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

18900 રૂપિયાની રકમ ઘટાડવા માટે યુઝર્સએ એક્સચેન્જનો લાભ લેવો પડશે અને તેના બદલે તેમના કોઈ જૂના ફોન આપવા પડશે અને જો તમારું નસીબ સારું છે તો તમે તેના પર મેક્સિમમ 18900 રૂપિયાનું એક્સચેન્જ બોનસ(Exchange Bonus) મેળવી શકો છો.

આ સમાચાર પણ વાંચો : મર્સિડીઝ બેન્ઝના CEOની કાર ટ્રાફિકમાં ફસાઈ, કાર છોડીને ઓટોમાં ચડ્યા

MOTOROLA Edge 30 Ultraના સ્પેશિફિકેશન

MOTOROLA Edge 30 Ultraના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો તેમાં 6.67 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 10802400 પિક્સલ છે. આ ફોન ફોન HDR10 Plus, 1250 nits ની પીક બ્રાઈટનેસ આપે છે અને સ્ક્રીન પ્રોટેક્શન માટે Gorilla Glass 5 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

MOTOROLA Edge 30 Ultraનું પ્રોસેસર

મોટોરોલાના ફોનમાં Qualcomm Snapdragon 8+ Generation 1 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ Snapdragon Elite ગેમિંગ ફીચર્સ પણ આ ડિવાઇસમાં ઉપલબ્ધ હશે. તેમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.

MOTOROLA Edge 30 Ultraનું કેમેરા સેટઅપ

MOTOROLA Edge 30 Ultraમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આમાં પ્રાઇમરી કેમેરા 200-મેગાપિક્સલનો સેન્સર, સેકન્ડરી 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 12-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે. ફ્રન્ટમાં 60 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે.

MOTOROLA Edge 30 અલ્ટ્રા બેટરી અને ઝડપી ચાર્જિંગ

MOTOROLA Edge 30 Ultraમાં 4610 mAhની બેટરી છે, જે ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ બંનેને સપોર્ટ કરે છે. આમાં સારી સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ્બી એટમોસના સપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સરકારે પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દર વધાર્યા – જાણો કેટલા

 

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version