News Continuous Bureau | Mumbai
Copper Price Forecast 2026 વર્ષ ૨૦૨૫ માં સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, પરંતુ હવે કોમોડિટી માર્કેટમાં એક નવી ધાતુ ધમાકો કરવા તૈયાર છે. આ ધાતુ છે તાંબુ. નિષ્ણાતોના મતે, તાંબુ હવે માત્ર એક ઇન્ડસ્ટ્રિયલ મેટલ નથી રહી, પરંતુ તે આગામી સમયનું સૌથી મોટું ટ્રેડિંગ સોર્સ બનવા જઈ રહ્યું છે.એક એક્સપર્ટ ના જણાવ્યા મુજબ, તાંબાની માંગમાં જે રીતે માળખાકીય વધારો થઈ રહ્યો છે, તેને જોતા તેની કિંમતોમાં અકલ્પનીય વધારો થઈ શકે છે.તાંબાના ભાવ વધવા પાછળનું સૌથી મોટું કારણ તેની સપ્લાયમાં આવી રહેલી અછત છે. રોયટર્સના અહેવાલ મુજબ, આ વર્ષે તાંબાના બજારમાં ૧,૨૪,૦૦૦ ટન અને વર્ષ ૨૦૨૬ માં ૧,૫૦,૦૦૦ ટનની ઘટ પડવાની આશંકા છે.
AI અને EV સેક્ટર તાંબાને અપાવશે નવી ઊંચાઈ
આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં અનેક એઆઈ ડેટા સેન્ટર્સ સ્થપાઈ રહ્યા છે. આ સેન્ટર્સ અને ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાંબાનો મોટાપાયે ઉપયોગ થાય છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માં પણ સામાન્ય કાર કરતા ઘણું વધારે તાંબુ વપરાય છે. એક્સપર્ટ એ જણાવ્યું કે, “AI ડેટા સેન્ટર + EV + ગ્રીન એનર્જીમાં ઉછાળો = તાંબાના ભાવમાં મોટો વિસ્ફોટ.”
ગ્લોબલ માર્કેટમાં તાંબાનો દબદબો
વૈશ્વિક બજારમાં તાંબાના ભાવ પ્રતિ મેટ્રિક ટન ૧૨,૦૦૦ ડોલર ની નજીક પહોંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તાંબાની કિંમતોમાં ૩૫% નો વધારો જોવા મળ્યો છે, જે ૨૦૦૯ પછીનો સૌથી મોટો વધારો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ મેક્વેરીના અંદાજ મુજબ, ૨૦૨૬ માં વૈશ્વિક તાંબાની માંગ ૨૭ મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જે ૨૦૨૪ ની સરખામણીએ ૨.૭% વધુ હશે.
આ સમાચાર પણ વાંચો : BMC Election: BMC ચૂંટણીમાં ‘મોટા ભાઈ’ કોણ? શિંદે અને ફડણવીસ વચ્ચેની મેરેથોન બેઠકમાં 150 બેઠકો પર સહમતી, જાણો ક્યાં અટકી વાત. .
ભારતમાં રોકાણની તક: હિન્દુસ્તાન કોપર (Hindustan Copper)
ભારતમાં તાંબાના ઉત્પાદનમાં હિન્દુસ્તાન કોપર (Hindustan Copper) એકમાત્ર અગ્રણી લિસ્ટેડ કંપની છે. નિષ્ણાતો માને છે કે જો તાંબાના ભાવ વધશે તો આ કંપનીના શેરમાં પણ ભારે તેજી જોવા મળી શકે છે. બંસલના મતે, જેમ સોના-ચાંદી સુરક્ષિત રોકાણ મનાય છે, તેમ તાંબુ પણ હવે એક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે કારણ કે તેની માંગ વાસ્તવિક છે અને સપ્લાય મર્યાદિત છે.
