Site icon

શ્રી જગદીશ કપૂરની ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે નિમણૂક

Mr. Jagdish Capoor Appointed Chairman of Invent Assets securitisation and reconstruction pvt ltd

શ્રી જગદીશ કપૂરની ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે નિમણૂક

News Continuous Bureau | Mumbai

 મુંબઈ સ્થિત એસેટ સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન કંપની, ઈન્વેન્ટ એસેટ્સ સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રા. લિ.એ જાણીતા બેન્કર શ્રી જગદીશ કપૂરને તેના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીના બોર્ડ દ્વારા તાજેતરમાં મુંબઈમાં મળેલી બેઠકમાં આ નિમણૂક કરવામાં આવી હતી.

ફાઈનાન્સ ક્ષેત્રે શાનદાર કારકિર્દી ધરાવતા શ્રી જગદીશ કપૂરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ એચડીએફસી બેંક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના ચેરમેન પણ રહી ચુક્યા છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, નેશનલ હાઉસિંગ બેંક, નાબાર્ડ અને એક્ઝિમ બેંક જેવી કેટલીક અગ્રણી બેંકોના બોર્ડમાં સેવા આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કામના સમાચાર.. આ તારીખ પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક કરો, નહીં તો આવશે સમસ્યા.. જાણો સરળ રીત

નિમણૂક વિશે બોલતા, ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શનના વાઇસ ચેરમેન શ્રી પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શનના ચેરમેન તરીકે શ્રી જગદીશ કપૂર જેવા પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યાવસાયિકને અમારા બોર્ડમાં સામેલ કરવા બદલ અમે ભાગ્યશાળી છીએ. આ ક્ષેત્રે અને એકંદરે ઉદ્યોગમાં તેમનો બહોળો અનુભવ આવનારા વર્ષોમાં અમારી વિકાસ યોજનાઓ માટે ખૂબ જ મૂલ્યવાન બની રહેશે.”

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version