News Continuous Bureau | Mumbai
Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ જૂથ દ્વારા wyzr નામની બ્રાન્ડ તૈયાર કરવામાં આવી છે હાલમાં જ આ બ્રાન્ડ દ્વારા એર કુલર રજૂ કરવામાં આવ્યું હતું. હવે એર કન્ડિશનર પણ લોન્ચ કરવામાં આવશે.
Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ ની યોજના શું છે?
મુકેશ અંબાણી ની દીકરી રિલાયન્સ રીટેલમાં ( Reliance Retail ) મોટી જવાબદારી પર છે. બજારમાં પગ જમાવવા માટે કંઈક નવું કરવાના નિર્ણય સાથે નવી કંપની લોન્ચ કરવામાં આવી છે જેનું નામ વાઈઝર છે. આ નવી કંપની બહુ જલ્દી એક એર કન્ડિશનર અને સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ પોર્ટલ DNA india દ્વારા આ સંદર્ભે એક રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ એર કન્ડિશન બનાવવા માટે અંબાણી એ વિદેશી કંપની સાથે હાથ મિલાવ્યા છે જ્યાંથી તેમને ટેકનોલોજી મળશે અને તેઓ ભારતમાં સસ્તા એર કન્ડિશનર ( Air conditioner ) લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતનું એર કન્ડિશનર માર્કેટ ઘણું મોટું છે અને તેમાં અનેક નવી બ્રાન્ડ સામેલ છે પરંતુ ભારતનું બજાર દિવસેને દિવસે વિસ્તારી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai news: crime ચોંકાવનારા સમાચાર, મુંબઈ શહેરમાં નકલી નોટ છાપવાનું કારખાનું પકડાયું.
આ સમાચાર સંદર્ભે અત્યાર સુધી રિલાયન્સ દ્વારા કોઈપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.