Site icon

શોકિંગ- અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ફરી મળી ધમકી-ઉપરાઉપરી આવ્યા આટલા ધમકીભર્યા ફોન કોલ

News Continuous Bureau | Mumbai

દેશના ટોચના ધનાઢ્ય વ્યક્તિ(Top Richest Person) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના(Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી(Chairman Mukesh Ambani) અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ(Reliance Foundation Hospital) ના ડિસ્પ્લે નંબર પર ધમકીનો ફોન(Threat phone) આવ્યો હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ધમકીના એકપછી એક આઠ કોલ કરવામાં આવ્યા હતા. કોલરને આગામી ત્રણ કલાકની અંદર જાનથી મારી નાખીશું, એવી ધમકી આપી હોવાનું કહેવાય છે. આ પ્રકરણમાં હૉસ્પિટલ પ્રશાસને ડી.બી.માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : લોન વસૂલી માટે ત્રાસ આપનારા વસૂલી એજન્ટો સામે RBIની લાલ આંખ-જાહેર કરી નવી નિયમાવલી

અંબાણીને આવેલા ફોન કોલ્સની તપાસ પોલીસ કરી રહી છે. આઠે ફોન કોલ(Phone call) સ્વતંત્રતા દિવસના(Independence Day) પૂર્વ સંધ્યાએ આવ્યા હતા. હૉસ્પિટલ પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસ કરી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની(Antilia) બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી. આ પ્રકરણની તપાસ હજી ચાલી રહી છે, ત્યાં હવે ફરી અંબાણી પરિવારને ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version