ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
ફેસબૂસ સ્થાપક માર્ક ઝુકરબર્ગને થયેલા નુકસાન બાદ વિશ્વના ટોચના અબજપતિઓના લિસ્ટમાં ફેરફાર થયા છે.
ભારતના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે આ લિસ્ટમાં 10મા નંબરે છે
રિલાયન્સના શેરના ભાવમાં જોવા મળેલા ઘટાડાના પગલે મુકેશ અંબાણી 11માં નંબર પર આવી ગયા છે.
બંને ભારતીય ઉદ્યોગપતિઓ ઝુકરબર્ગથી આગળ નીકળી ગયા છે.
કારણ કે ઝુકરબર્ગની કંપની મેટાનો શેર 26 ટકાથી વધારે તુટયો છે અને્ તેમને એક જ દિવસમાં 31 અબજ ડોલરનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.
આમ ઝુકરબર્ગ હવે બારમા સ્થાને પહોંચી ગયા છે.
હાલમાં ટેસ્લાના માલિક અને સ્થાપક એલન મસ્ક દુનિયાના નંબર વન અબજ પતિ છે અને તેમની નેટવર્થ 231 અબજ ડોલર છે.