Site icon

રિલાયન્સ રાઈટ્સ ઈશ્યૂમાં મુકેશ અંબાણીને 5.52 શેર મળ્યા, જાણો કોની કેટલી હિસ્સેદારી?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

12 જુન 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં તાજેતરમાં સમાપ્ત થયેલ રૂ. 53,124 કરોડના રાઇટ્સ ઇશ્યૂમાં  કંપનીના વડા મુકેશ અંબાણીને 5.52 લાખ શેર મળ્યા છે. આ માહિતી આરઆઇએલ દ્વારા શેર બજારોને આપવામાં આવેલી શેરહોલ્ડિંગ પેટર્નમાં આપવામાં આવી છે.આ ફાળવણી પછી, મુકેશ અંબાણીની આરઆઈએલની કુલ હોલ્ડિંગ વધીને 80.52  લાખ થઈ ગઈ છે અને કુલ હિસ્સો વધીને 0.12 ટકા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાઇટ્સ ઇશ્યૂ પહેલા મુકેશ અંબાણી પાસે કંપનીના 75 લાખ શેર હતા. કંપનીએ આપેલી માહિતી મુજબ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, પુત્રી ઇશા અંબાણી, બંને પુત્રો આકાશ અને અનંત અંબાણીને આ રાઇટ્સ ઇશ્યૂમાં 5.52 લાખ શેર મળ્યા છે. આ ફાળવણી પછી, આરઆઈએલમાં આ બધાનો હિસ્સો પણ વધીને 0.12% થયો છે. આ ફાળવણીમાં, પ્રમોટર જૂથને આરઆઈએલના કુલ 22.5 મિલિયન શેર મળ્યા છે અને તેનો હિસ્સો 50.29 ટકા છે. રાઇટ્સ ઇશ્યૂ પહેલા પ્રમોટર જૂથનો 50.07 ટકા હિસ્સો હતો. ફાઇલિંગ મુજબ જાહેર શેરહોલ્ડિંગ 49.71 ટકા થઈ ગયો છે. અગાઉ તે 49.93 ટકા હતો. રાઇટ્સ ઇશ્યૂમાં કુલ 42.26 કરોડ ઇક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે…. 

Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Exit mobile version